ગાંધીનગર જિલ્લામાં 89 ટકા ખરીફ વાવેતર, માણસા તાલુકો પહેલા નંબરે
જુવાર,
તમાકુ અને કેળનું વાવેતર ખેડૂતોએ કર્યું જ નહીંવિસ્તારની બાબતમાં દહેગામ તાલુકામાં સૌથી વધુ ૩૯,૨૭૭ હેક્ટરમાં વિવિધ પાકની વાવણી થઇ ઃ કલોલ તાલુકામાં સૌથી ઓછું વાવેતરગાંધીનગર : ખરીફ પાકમાં સામેલ થતાં તમાકુ, કેળ અને જુવારનું
વાવેતર ગાંધીનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું નથી. પરંતુ આ સિવાયના
પાકોનું મળીને કુલ વાવેતર ૮૯ ટકા પર પહોંચી ગયું છે. તેમાં માણસા તાલુકો પ્રથમ
ક્રમે છે. જોકે વિસ્તારની દષ્ટીએ દહેગામ તાલુકો અગ્રેસર છે. જ્યારે કલોલ તાલુકામાં
રાબેતા મુજબ સૌથી ઓછું વાવેતર થયું છે અને ગાંધીનગર તાલુકો ત્રીજા ક્રમે રહ્યો છે.દહેગામ તાલુકામાં ૪૦,૭૬૫
હેક્ટરની સરેરાશ સામે ૩૯,૨૭૭
હેક્ટરમાં મળીને ૯૭ ટકા વાવેતર સંપન્ન થયું છે. જ્યારે માણસા તાલુકામાં ૨૭,૪૧૮ની સરેરાશ
સામે ૨૬,૯૯૯
હેક્ટરમાં મળીને ૯૮ ટકા વાવેતર થઇ ચૂક્યુ છે. ગાંધીનગર તાલુકામાં ૩૨,૭૪૬ની સામે ૨૬,૬૫૭ હેક્ટરમાં મળીને
૮૨ ટકા વાવેતર થયું છે. જ્યારે કલોલ તાલુકામાં ૨૮,૬૪૯ હેક્ટરની સરેરાશ સામે ૨૧,૨૧૧ હેક્ટરમાં મળીને ૭૪ ટકા વિસ્તારમાં ખેડૂતો દ્વારા વાવણી
કરી દેવામાં આવી હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે. જિલ્લામાં છેલ્લા
ત્રણ વર્ષની સરેરાશ મુજબ ૧,૨૯,૫૭૮ હેક્ટરમાં
ખરીફ પાકનું વાવેતર થાય છે. તેની સામે ચાલુ મોસમમાં ૧,૧૪,૧૪૪ હેક્ટર
વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.વિવિધ પાકના વાવેતરમાં સૌથી વધુ ઘાસચારાનું ૩૧,૯૨૯ હેક્ટરમાં, કપાસનું ૨૦,૫૬૮, દિવેલાનું ૧૫,૮૩૨, શાકભાજીનું ૧૨,૯૩૩, ડાંગરનું ૧૨,૪૫૩, મગફળીનું ૧૧,૮૭૧, ગુવારનું ૩,૦૧૩, મગનું ૧,૫૭૧, ડાંગર ધરૃનું ૧,૧૩૮, બાજરીનું ૧,૦૪૩, અડદનું ૭૮૬, તલનું ૪૩૪, સોયાબીનનું ૧૪૨, મઠનું ૧૦૪
તુવેરનું ૭ અને અન્ય કઠોળનું ૨ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.સરગવો અને વરિયાળીની વાવણી પણ કરવામાં આવી
ચોમાસાના પુરા સવા બે મહિના પસાર થઇ ગયા બાદ એકમાત્ર દહેગામ
તાલુકામાં ખેડૂતો દ્વારા સરગવો અને વરિયાળીની વાવણી કરવામાં આવી છે. તેમાં
વરિયાળીનું વાવેતર ૨૮૬ હેક્ટરમાં અને સરગવાનું વાવેતર ૧૮ હેક્ટરમાં કરવામાં
આવ્યાના અહેવાલ કૃષિ તંત્રને મળ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.