ગાંધીનગર સબ રજિસ્ટ્રારની બે શિફ્ટમાં કામગીરી કરવા હુકમ
દસ્તાવેજો પેન્ડિંગ રહેતા આદેશ કરાયોરાત્રે ૮ઃ૩૦ વાગ્યા સુધી દસ્તાવેજ કરી શકાશેઃત્રણ સ્લોટમાં કર્મચારીઓ પણ અલગ રાખવા નોંધણી નિરીક્ષકની સુચનાગાંધીનગર : ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે ટોકન
મેળવવા માટે લાંબુ વેઇટીંગ જોવા મળી રહ્યું છે દરરોજ ૨૫૦ દસ્તાવેજ નોંધાઇ રહ્યા છે
જેના પગલે સ્ટેમ્પ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીને બે શિફ્ટમાં
કામગીરી કરવા માટે હૂકમ કરવામાં આવ્યો છે. સવારે ૮થી બપોરે બે અને બીજી શિફ્ટ
૨ઃ૩૦થી રાત્રે આઠ વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેના પગલે દસ્તાવેજોનું ભારણ ઘટશે.ગાંધીનગર કલેક્ટર કચેરી સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીમાં હાલ
દસ્તાવેજ નોંધણી માટે મોટી સંખ્યામાં ટોકન મેળવવામાં આવી રહ્યા છે. તેની સાથે
નોંધણી વધુ નહીં થતી હોવાને કારણે ટોકન મેળવનાર અરજદારોને દસ્તાવેજ નોંધાવવા માટે
લાંબી રાહ જોવી પડી રહી છે.એટલુ જ નહીં,
સબ રજીસ્ટ્રાર કચેરી નાની હોવાથી રોજના બે હજાર જેટલા વ્યક્તિઓની અવર-જવરને
કારણે ભાર અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. દસ્તાવેજોમાં વેઇટીંગ સંદર્ભેની
ફરિયાદ નોંધણી નિરીક્ષક સુધી પહોંચતા તેમણે ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં
પેન્ડીંગ દસ્તાવેજોનું ભારણ ઘટાડવા માટે
બે શિફ્ટમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી કરવા માટે આદેશ કર્યો છે. સવારે
આઠથી બપોરે ૨ વાગ્યા સુધી પ્રથમ શિફ્ટ અને ત્યાર બાદ બપોરે ૨ઃ૩૦થી ૮ઃ૩૦ સુધી બીજી
શિફ્ટ કાર્યરત રહેશે. ગાંધીનગરમાં હાલ અલગ અલગ ત્રણ સ્લોટમાં દસ્તાવેજ નોંધાઇ
રહ્યા છે ત્યારે બન્ને શિફ્ટમાં ત્રણેય સ્લોટમાં અલગ અલગ કર્મચારીઓ કામ કરે તેવી
વ્યવસ્થા ગોઠવવા સુચના આપવામાં આવી છે. પ્રથમ શિફ્ટમાં ટોકન લેતા અરજદારો બીજી
શિફ્ટમાં દસ્તાવેજ નહીં કરાવી શકે.રોજના ૨૫૦થી વધુ દસ્તાવેજો છતાં ટોકનમાં લાંબુ વેઇટીંગગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં દરરોજના સરેરાશ ૨૫૦ જેટલા
દસ્તાવેજો થાય છે તેમ છતા ટોકન લેવા માટે લાંબુ વેઇટીંગ છે. આ વેઇટીંગ ઘટાડવા માટે
બે શિફ્ટમાં કચેરી શરૃ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મોડેલ સબ
રજીસ્ટ્રાર કચેરી ત્રણ સ્લોટમાં ચાલે છે તેમ છતા અહીં અરજદારો વધુ આવતા હોવાને
કારણે અહીં બેસવાની વ્યવસ્થા પણ સચવાતી નથી જેના કારણે હવે બે શિફ્ટમાં આ સબ
રજીસ્ટ્રાર ચાલુ રહેશે.એસીબીના સર્ચ બાદ સબ રજિસ્ટ્રાર કચેરીનો જુનો સ્ટાફ બદલી
દેવાયોગાંધીનગર કલેક્ટર કચેરી સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીમાં
તાજેતરમાં એસીબી દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું જે સર્ચ દરમ્યાન બે સબ
રજીસ્ટ્રાર પાસેથી કુલ ૧.૭ લાખ રૃપિયાની બિન હિસાબી રોકડ મળી આવી હતી. અહીં
દસ્તાવેજ નોંધણી માટે અલગથી રૃપિયા લેવામાં આવતી હોવાની ફરિયાદ બાદ એસીબી દ્વારા આ
સર્ચ કરવામાં આવ્યું હતું જેના પગલે ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં તે વખતના
કાર્યરત સ્ટાફને બદલી દેવામાં આવ્યો છે અને અહીં ફરીથી નવી જ ટીમ મુકવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.