સુરેન્દ્રનગરના મેળામાં લૂંટ ચલાવતા આઇસક્રીમવાળાને દંડ ફટકારાયો
- તોલમાપ ખાતાએ તપાસ હાથ ધરી- આઈસ્ક્રીમની છાપેલી કિંમત કરતા રૂા. 10 થી 20 વધુ લવાતા હોવાની ફરિયાદ ઉઠી હતીસુરેન્દ્રનગર : જન્માષ્ટમી પર્વ આયોજીત લોકમેળામાં આઈસ્ક્રીમમાં સ્ટોલધારકો દ્વારા ગ્રાહકો પાસેથી વધુ પૈસા લેવાતા હોવાની ફરિયાદો વચ્ચે તોલમાપ ખાતાએ ચેકીંગ હાથધરીને રૂા.૨,૦૦૦ લેખે દંડ કર્યો હોવાનું જાણવા મળે છે.આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત એવી છે કે, સુરેન્દ્રનગર ખાતે આયોજીત લોકમેળામાં આઈસ્ક્રીમનો સ્ટોલ ધરાવતા કેટલાક લોકો દ્વારા આઈસ્ક્રીમની છાપેલી કિંમત કરતા રૂા.૧૦ થી ૨૦ વધુ લઈને ગ્રાહકો સાથે લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો મળતા તોલમાપ ખાતા દ્વારા મેળામાં ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક સ્ટોલ ધારકો આઈસ્ક્રીમના વધુ પૈસા લેતા હોવાનું જણાતા તંત્રએ રૂા.૨,૦૦૦ લેખે દંડ ફટકાર્યો હતો. તંત્રની આ કામગીરીથી વધુ પૈસા લેતા તત્વોમાં ફફડાટ અને શહેરીજનોમાં રાહતની લાગણી છવાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.