શું પુતિન થોડા દિવસના છે મહેમાન! કેન્સરની સારવાર ચાલી રહી છેઃરિપોર્ટ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે અમેરિકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિન કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડિત છે અને તેની સારવાર ચાલી રહી છે. યુએસ ઇન્ટેલિજન્સ અધિકારીઓ દાવો કરે છે કે, વ્લાદિમીર પુતિન કેન્સરને કારણે સમય સમય પર જાહેરમાં દેખાવાનું બંધ કરે છે અને તાજેતરના હત્યાના કાવતરામાં તેમનો જીવ બચી ગયો હતો. જો કે, રશિયન સરકારે આવા કોઈપણ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે.
અમેરિકન મેગેઝિન ન્યૂઝવીક અનુસાર, યુએસ ગુપ્તચર સમુદાયનું માનવું છે કે, પુતિન બીમાર છે અને તેમની કેન્સરની સારવાર ચાલી રહી છે. યુએસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પુતિન મોટા ભાગના એપ્રિલથી વિશ્વ મંચ પરથી ગાયબ હતા કારણ કે, તેઓ એડવાન્સ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટરની ઓફિસના એક અધિકારીએ જણાવ્યું કે, પુતિન "ચોક્કસપણે બીમાર" છે. ટૂંક સમયમાં તેમના મૃત્યુના સમાચાર માત્ર અટકળો છે.
પુતિન કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડિતઃ અમેરિકા
કેન્સરને કારણે સમય સમય પર જાહેરમાં દેખાવાનું બંધ કર્યું
રશિયન સરકારે આવા કોઈપણ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.