MPના ગવર્નર મંગુભાઈ પટેલની તબિયતને લઈને ભોપાલ એઈમ્સે હેલ્થ બુલેટિન કર્યુ જાહેર
ભોપાલ, તા. 22 ઓગષ્ટ 2022, સોમવારMPના ગવર્નર મંગુભાઈ પટેલ તાવ, શરદી-ઉધરસના કારણે એમ્સમાં દાખલ છે. શનિવારે રાત્રે તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં એઈમ્સ દ્વારા રવિવારે તેમનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમની હાલત સ્થિર છે અને તેમણે રાત્રે ભોજન પણ લીધું હતું. રાજ્યપાલનું હેલ્થ બુલેટિન જાહેરએઈમ્સ દ્વારા જાહેર કરાયેલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, એમપીના રાજ્યપાલ મંગુભાઈ પટેલને છેલ્લા 3 દિવસથી ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફના કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તપાસમાં તેમનું ટેમ્પરેચર 101 ફેરનહીટ નોંધવામાં આવ્યું હતું, હૃદયના ધબકારા 94 પ્રતિ મિનિટ અને ઓક્સિજન સંતૃપ્તિનું સ્તર 93% હતું તેમને તરત જ ઓક્સિજન આપવામાં આવ્યું હતુ અને તેની મૂળભૂત તપાસ બાદ સારવાર શરૂ કરવામાં આવી હતી.તેમને ફેફસાના સંક્રમણની દવાઓ આપવામાં આવી રહી છે. સવારે 8:00 વાગ્યે તપાસમાં તેનું બ્લડ પ્રેશર 144/72 mmHg, પલ્સ 86 પ્રતિ મિનિટ અને ટેમ્પરેચર 98.4 ફેરનહીટ હતું. રાજ્યપાલનું ઓક્સિજન સંતૃપ્તિ સ્તર 2 લિટર પ્રતિ મિનિટે 98% બન્યું છે. આજે સવારે 9:00 વાગ્યે રાજ્યપાલનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. જનરલ મેડિસિન વિભાગના વડા ડૉ. રજનીશ જોશીના નેતૃત્વ હેઠળ ડોક્ટરોની ટીમ મહામહિમની સતત દેખભાળ કરી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.