જાણો અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાનો ગર્ભગૃહમાં પ્રવેશ ક્યારે થશે
- ભગવાન રામલલ્લાના મંદિર નિર્માણ માટે બનાવવામાં આવી રહેલા ચબૂતરાનું કામ લગભગ 95% પૂરુ થઈ ચૂક્યું છેઅયોધ્યા, તા. 22 ઓગષ્ટ 2022, સોમવારરામનગરી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ યુદ્ધ સ્તરે ચાલું છે. આખો દેશ એ સમયની રાહ જોઈ રહ્યો છે. જ્યારે રામ લલ્લા મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ દરમિયાન ખબર આવી રહી છે કે, રામલ્લાના ગૃહ પ્રવેશની તારીખ પણ નક્કી કરી લેવામાં આવી છે. અહેવાલ પ્રમાણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂરુ થઈ જશે. ત્યારબાદ 14 જાન્યુઆરી 2024 એટલે કે, મકર સંક્રાતિના દિવસે રામ લલ્લાને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. વિહિપના પ્રાંતીય મીડિયા પ્રભારી શારદ શર્માએ જણાવ્યું કે, રામલલ્લાને ટૂંક સમયમાં ગર્ભગૃહમાં બિરાજમાન થાય તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, ડિસેમ્બર 2023 સુધીમાં ગ્રભગૃહનું નિર્માણ થઈ જશે. પ્રયત્ન એ જ છે કે, 2024ના મકરસંક્રાતિના અવસર પર વિધિ વિધાન સાથે ગર્ભગૃહમાં સ્થાપિત કરી દેવામાં આવે. શરદ શર્માએ જણાવ્યું કે, નિર્માણ કાર્ય યુદ્ધ સ્તર પર ચાલું છે.ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક રવિવારે પૂરી થઈ. બેઠકના પ્રથમ દિવસે ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં રામજન્મભૂમિ સ્થિત એલએનટી અને ટાટા કન્સલ્ટન્સી કાર્યાલય ખાતે ટ્રસ્ટના અધિકારીઓ અને કાર્યકારી સંસ્થાના એન્જિનિયરોની હાજરીમાં રામજન્મભૂમિ ખાતે સમાપન થયું હતું. મંદિર નિર્માણની પ્રગતિ અને પડકારો અંગે બેઠકમાં વિચાર-મંથન સાથે એન્જિનિયરોએ પત્થરોના સપ્લાય અને રિટેનિંગ વોલ અંગેનો પ્રોગ્રેસ રિપોર્ટ ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ સમક્ષ રજૂ કર્યો હતો.ચબૂતરાનું કામ લગભગ 95% પૂર્ણબેઠકના પહેલા દિવસે સમાપન બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય તરફથી મંદિર નિર્માણ પ્રગતિની કેટલીક તસવીરો શેર કરવામાં આવી હતી. ભગવાન રામલલ્લાના મંદિર નિર્માણ માટે બનાવવામાં આવી રહેલા ચબૂતરાનું કામ લગભગ 95% પૂરુ થઈ ચૂક્યું છે. 17,000થી વધુ પત્થરો રામલ્લાના મંદિરના ચબૂતરામાં લગાવવામાં આવ્યા છે. ચબૂતરાની ઊંચાઈ જમીનથી લગભગ 21 ફૂટ ઊંચી છે. હવે રામલલ્લાના મંદિર માટે શિલ્પિત પત્થરોનું પણ સ્ટાલેશન શરૂ થઈ ચૂક્યું છે. 1 જૂનના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંદિરના ગર્ભગૃહના નિર્માણનું શિલાપૂજન કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.