વડોદરા: બાઈક ચલાવવા બાબતે પાડોશીઓ બાખડયા બાદ સયાજી હોસ્પિટલમાં મારામારી: આઠ સામે ફરિયાદ - At This Time

વડોદરા: બાઈક ચલાવવા બાબતે પાડોશીઓ બાખડયા બાદ સયાજી હોસ્પિટલમાં મારામારી: આઠ સામે ફરિયાદ


વડોદરા,તા. 22 ઓગષ્ટ 2022,સોમવારવડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં બાઈક ચલાવવા બાબતે એક જ વિસ્તારમાં રહેતા બે જૂથો વચ્ચે ઝઘડો થયા બાદ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ પહોંચતા ત્યાં પણ લોખંડના સળિયા સાથે છૂટા હાથની મારામારી અંગેનો વિડીયો વાયરલ થયો હતો. દરમિયાન પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદોના આધારે 8 શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગેની વિગત એવી છે કે ,નવાપુરાના અન્સારી મોહલ્લામાં રહેતા અને છૂટક મજૂરી કરતા આબીદહુસેન શેખએ ફરિયાદ નોંધાવી હતી કે, પાડોશી અંજુમ શેખને બાઇક જોઈને ચલાવવાનું કહેતા તેણે ઉશ્કેરાઈ જઇ ઝઘડો કર્યો હતો. જેમાં મારી દાદીને ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ પહોંચ્યો હતો. જ્યાં અંજુમ શેખ તેના ભાઈઓ ક્યુમ શેખ, ઇતેખાબ શેખ તેના પિતા સબીર શેખ પણ આવી પહોંચ્યા હતા. અને અંજુમ શેખે લોખંડના સળિયા વડે હુમલો કરી તેના ભાઈ અને પિતાએ મારામારી કરી મને ગડદાપાટુનો માર માર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. તો સામા પક્ષે સ્ક્રેપનો વેપાર કરતા અંજુમ શેખએ ફરિયાદ નોંધાવી હતી કે, બાઇક ચલાવવા બાબતે પાડોશી આબિદ શેખ સાથે ઝઘડો થતા મને માર માર્યો હતો. જેની સારવાર અર્થે હું મારા ભાઈ અને પિતા સાથે સયાજી હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં તાત્કાલિક સારવાર વિભાગની બહાર અહેમદ મહમદ હુસેન શેખ તથા તેમના ત્રણ પુત્રો જાવેદ ,આબેદ અને સાજીદ લોખંડના સળિયા સાથે ઘસી આવી અપ શબ્દો બોલી મારા ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ સાપ્તાહિક ન્યૂઝ પેપરના તંત્રીને પણ ફટકાર્યો, ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હરણી રોડ ઉપર રહેતા મોહમ્મદ હાસમી સૈયદએ ફરિયાદ નોંધાવી હતી કે, હું સમાચાર એક્સપ્રેસ ન્યુઝ પેપરના તંત્રી તરીકે કામ કરું છું. ઉપરોક્ત ઘટના અંગે સમાચારના કવરેજ માટે સયાજી હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં માહિતી એકત્ર કરતી વેળા અંજુમ ઉર્ફે કાણીયો અચાનક ઘસી આવી મને અપશબ્દો બોલી તું સામેવાળાનો પક્ષ કેમ લઈ રહ્યો છે તેમ કહી લોખંડની પાઇપ મારા માથામાં ફટકારી હતી. તેની સાથે તેના પિતા અને ભાઈઓએ પણ મને ગડદાપાટુનો માર માર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ક્યુબ, ઇતેખાબ, શબ્બીર ભુરિયો અને અંજુમ કાણીયા વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.