કતારગામમાં માસુમ પુત્રને ફાંસો આપી માતાએ પણ આત્મહત્યા કરી
- ભાવનગરના
મહુવાના લોંગીયા ગામના યોગીતા ઝાંઝમેરાએ ગૃહ કંકાસમાં પુત્ર સાથે અંતિમ પગલું ભરતા
ચકચારસુરત : કતારગામમાં
શનિવારે સવારે માતાએ પોતાના સાડા ત્રણ વર્ષના પુત્રને ફાંસો આપી પોતે પણ
ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. માતાએ ગૃહકંકાસને પગલે પુત્ર સાથે
આ પગલું ભર્યું હતુ. સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મૂળ ભાવનગરના મહુવાના લોંગીયા ગામના વતની અને હાલમાં કતારગામ
વિસ્તારના પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા ૩૧ વર્ષના યોગીતાબેન રાકેશભાઈ ઝાંઝમેરા
અને તેમનો સાડા ત્રણ વર્ષનો નાનો પુત્ર દેવાંશ સવારે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી
આવ્યા હતા. આ વાતે વાયુ વેગ આજુબાજુના વિસ્તારમાં ફેલાતા ચકચાર મચી હતી.
પોલીસે
જણાવ્યું કે, યોગીતાબેને પહેલા પોતાના પુત્રને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો આપ્યો
હતો. બાદમાં પોતે પણ છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી
હતી. ગૃહકંકાસના લીધે માતાએ પુત્ર સાથે આ પગલું ભર્યું હતુ. યોગીતાબેનના નવ વર્ષ
અગાઉ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા રાકેશભાઇ સાથે લગ્ન થયા હતા. તેમને સંતાનમાં
બે પુત્ર પૈકી એક પુત્રનું આ બનાવમાં મોત થયું હતુ. આ અંગે ચોકબજાર પોલીસે
યોગીતાબેન સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.