ગાંધીનગર જિલ્લામાં ગ્રા.પં.ના તલાટીની હડતાલ યથાવત : વેરા વસૂલાત અટકી પડી
ગ્રામપંચાયતોમાં કામગીરી અટકી જતાં ખેડૂતો હેરાન : પાણી
પત્રક મળતાં નથીતલાટીઓને વહીવટદાર બનાવાયા હોવાથી ચૂંટણી ટાણે જ વિકાસ કામો પણ અદ્ધરતાલગાંધીનગર : તલાટીઓની અચોક્કસ મુદ્દતની રાજ્ય વ્યાપી હડતાલમાં ગાંધીનગર
જિલ્લાના તલાટીઓ પણ જોડાયા છે. મંત્રી સાથેની બેઠક ફળદાયી નહીં રહેતા આ હડતાલને
યથાવત રાખવામાં આવ્યાના પગલે મહેસૂલી અને પંચાયત વેરાની વસૂલાત અટકી પડી છે. બીજી
બાજુ પાણી પત્રકો નહીં મળતાં ખેડૂતો પરેશાન છે અને તલાટીઓને વહીવટદાર બનાવાયા
હોવાથી ચૂંટણી આવી રહી છે,
ત્યારે વિકાસ કામો પણ અદ્ધરતાલ રહી ગયાં છે.મુખ્યમંત્રી,
પંચાયત મંત્રી અને વિભાગના સચિવ સુધી અનેકવખત કરવામાં આવેલી રજૂઆતોનું કોઇ
પરિણામ નહીં મળવાના પગલે ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા ચોમાસા સંબંધે રાહત અને
બચાવની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિસ્કાર કરવા સાથે અચોક્કસ મુદતની
હડતાલનું એલાન આપ્યું તેને ૨૦ દિવસ થવા આવ્યા છે. દરમિયાન પડતર માંગણીઓ અને
પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે પંચાયત મંત્રી સાથે બેઠક યોજવામાં આવી હતી. પરંતુ
કોઇ હકારાત્મક પ્રતિભાવ નહીં મળતા હડતાલને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો
છે.તલાટીઓને અન્ય વિભાગની કામગીરી ન સોંપવા અને જો સોંપવાની જ હોય તો વધારાનું ખાસ
ભથ્થું આપવા, ફિક્સ
પગારનો ૫ વર્ષનો સમયગાળો નોકરીમાં સળંગ ગણવા,
રેવન્યુને પંચાયત તલાટીમાં મર્જ કરવા અને ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા સહિતની
માંગણીઓના સંબંધમાં સરકાર દ્વારા હકારાત્મક નિરાકરણ લાવવાની બાહેંધરી ગત સપ્ટેમ્બર
મહિનામાં આપીને હડતાલ પર પૂર્ણ વિરામ મુકાવવામાં આવ્યા પછી સરકાર દ્વારા આ મુદ્દે
કોઇ નિરાકરણ લાવવામાં નહીં આવતાં આખરે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા
તારીખ ૨ ઓગસ્ટથી તલાટીઓની રાજ્ય વ્યાપી અને અચોક્કસ મુદ્દતની હડતાલનો આદેશ આપવામાં
આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.