'રવિવાર હોવાથી આજે કોરોનાનો ટેસ્ટ નહીં થાય' : ડોક્ટરનો જવાબ - At This Time

‘રવિવાર હોવાથી આજે કોરોનાનો ટેસ્ટ નહીં થાય’ : ડોક્ટરનો જવાબ


ગાંધીનગર સિવિલ પણ વીઆઇપીઓ માટે આરક્ષિતએક બાજુ તાવના દર્દીને આરટી-પીસીઆર માટે ના પાડવામાં આવી ત્યારે જ આઇએએસનું સેમ્પલ ટેસ્ટીંગમાં મોકલાયુંગાંધીનગર :  કોરોનાની ચોથી લહેરમાં હાલ કેસ ઓછા આવી રહ્યા છે તેનો મતલબ
એ નથી કે સંક્રમણ ઘટયું છે પરંતુ હાલ તહેવારોના કારણે ટેસ્ટીંગ ઓછું થતું હોવાને
કારણે કેસ ઓછા આવી રહ્યા છે તેવો નિષ્ણાંતોનો મત છે ત્યારે જ્યાં ૨૪ કલાક અને સાતે
દિવસ આરોગ્યની સેવા મળતી હોવાનો દાવો કરવામાં આવે છે તે સિવિલ હોસ્પિટલમાં જ
દર્દીઓને કોરોનાના ટેસ્ટ એનકેન પ્રકારે નહીં કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.આ અંગે મળતી વિગતો પ્રમાણે, રવિવારે સવારના સમયે એક યુવાન છેલ્લા બે દિવસથી તાવ, કફ, શરદી સહિત શરીર
તૂટવાની ફરિયાદ સાથે ૬૦૦ બેડની હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઉભી કરવામાં આવેલી
ફિવર ઓપીડીમાં બતાવવા માટે ગયો ત્યારે ડોક્ટરે તેને તપાસ્યો હતો પરંતુ જ્યારે
યુવાને કોવિડનો ટેસ્ટ કરવા માટે કહ્યું ત્યારે 'આજે રવિવાર છે એટલે આરટી-પીસીઆર નહીં થાય અને અહીં રેપિડ
ટેસ્ટ થતા નથી...'તેવો
તબીબે જવાબ આપ્યો હતો.આ જ વખતે અહીં એક આઇએએસનું સેમ્પલ લઇને એક આરોગ્ય કર્મી
આવ્યો હતો અને આ સેમ્પલ આરટી-પીસીઆર ટેસ્ટ માટે તાત્કાલિક મોકલી આપવામાં આવ્યું
હતું. ત્યારે સિવિલ પણ હવે વીઆઇપીઓ માટે આરક્ષિત થઇ ગઇ હોય તેમ લાગે છે.કોઇ પણ વાર
કે રજાનો દિવસ હોય તો પણ સિવિલ હોસ્પિટલમાં તો કોવિડ સહિતના જરૃરી ટેસ્ટ થવા જ
જોઇએ અને તેવો નિયમ પણ છે છતા રજા હોવાનું કહીને દર્દીઓ સાથે છેતરપિંડી કરવાનો નવો
ઉપાય આ તબીબોએ શોધી કાઢ્યો છે.રવિવારની રજાનું કહીને ટેસ્ટ નહીં કરતા તબીબોને
કારણે આ પોઝિટિવ દર્દીઓથી અન્ય સભ્યો કે વ્યક્તિઓને ચેપ પ્રસરશે તો આ રોગચાળા માટે
કોણ જવાબદાર કહેવાશે..? 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.