20 વર્ષમાં ઓગષ્ટ સુધીના આંકડાનો રેકોર્ડ તોડતો 60.84 ઇંચ વરસાદ - At This Time

20 વર્ષમાં ઓગષ્ટ સુધીના આંકડાનો રેકોર્ડ તોડતો 60.84 ઇંચ વરસાદ


- 2021 ની સરખામણીએ આ વર્ષે ડબલ
વરસાદ : ઉમરપાડા, પલસાણા, મહુવા, ચોર્યાસી અને બારડોલી તાલુકામાં 100 ટકા કરતા વધુ વરસાદ           સુરત સુરત
જિલ્લામાં આ વર્ષે મુશળધાર વરસાદ વરસતા છેલ્લા 20 વર્ષમાં ઓગસ્ટ મહિના સુધી
જે વરસાદ પડયો હતો તેનો રેકોર્ડ તોડતો 60.84 ઇંચ અને 104.24 ટકા વરસાદ બે મહિનામાં વરસી ચૂકયો છે. જેમાં 2021 માં
ઓગસ્ટ મહિના સુધીના વરસાદનો ડબલ વરસાદ આ વર્ષે ઝીંકાયો છે. આ વર્ષે ઉમરપાડા તાલુકામાં
100 ઇંચ વરસાદ થઇ ગયો છે. જિલ્લાના પાંચ તાલુકામાં 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેર
અને જિલ્લામાં આ વર્ષે મેઘરાજાની સમયસર પધરામણી થતા ૧૧મી જુનથી વરસાદ શરૃ થયો હતો.
ગાજવીજ સાથે સુરત શહેરમાં ૧ ઇંચ વરસાદ વરસતા જ આ વખતે મેઘરાજા આક્રમક મુડમાં હોય તેવું
બતાવી દીધુ હતુ. ત્યારબાદ જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.
૧૧મી જુનથી ૨૧મી જુન સુધીના બે મહિનાને દસ દિવસમાં સુરત શહેર અને જિલ્લાના નવ તાલુકા
મળીને મોસમનો કુલ વરસાદ ૧૫૨૧ મિ.મિ અને ૬૦.૮૪ ઇંચ, ૧૦૪.૨૪ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ
ઉમરપાડા તાલુકામાં ૧૦૦ ઇંચ અને સૌથી ઓછો વરસાદ ઓલપાડ તાલુકામાં ૩૮ ઇંચ નોંધાયો છે.
છેલ્લા ૨૦
વર્ષના વરસાદના આંકડા જોઇએ તો છેલ્લા ૨૦ વર્ષમાં ઓગસ્ટ મહિના સુધી જે વરસાદ નોંધાયો
છે, તેનો રેકોર્ડ
તોડતો વરસાદ આ વર્ષે અત્યાર સુધીમાં વરસી ગયો છે. આ વખતે ૬૦.૮૪ ઇંચ વરસાદ થયો છે. અને
હજુ પણ સપ્ટેમ્બર મહિનો વરસાદનો બાકી છે. સુરત શહેરમાં ૫૪.૭૨ ઇંચ વરસાદની સાથે જ ૯૫
ટકા વરસાદી પાણી પડી ગયું છે. આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં દેમાર વરસાદના પગલે સુરત
જિલ્લાના પાંચ તાલુકા ઉમરપાડા, પલસાણા, મહુવા, ચોર્યાસી અને બારડોલીમાં છેલ્લા ૧૦ વર્,માં મોસમનો જે સરેરાશ વરસાદ નોંધાય છે, તે વરસાદની સરખામણીમાં
૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે. ૨૦૧૯ પછી આવો વરસાદ જોવા મળ્યો છે. સાથે જ ૨૦૨૧માં
ઓગસ્ટ મહિનાની ૨૧ તારીખ સુધી કુલ વરસાદ ૩૦.૧૬ ઇંચ વરસ્યો છે. જેની સામે આ વર્ષે ડબલ
વરસાદ નોંધાયો છે. ઓગષ્ટ-૨૦૨૨ સુધીનોે મોસમનો કુલ વરસાદ

તાલુકો        વરસાદ( ઇંચ)          ટકા

ઉમરપાડા         ૧૦૦.૦      ૧૩૮.૦૦

પલસાણા         ૭૨.૦૬      ૧૨૬.૨૨

મહુવા             ૬૮.૮૮      ૧૦૯.૫૪

ચોર્યાસી          ૫૬.૫૨      ૧૦૩.૦૪

બારડોલી         ૫૯.૪૪      ૧૦૦.૯૪

માંગરોલ          ૫૫.૨૮      ૯૫.૩૫

સુરત
શહેર       ૫૪.૭૨      ૯૪.૯૩

ઓલપાડ         ૩૮.૦૦      ૯૦.૬૭

કામરેજ           ૫૧.૫૨      ૮૭.૮૭

માંડવી            ૫૦.૯૬      ૮૪.૨૪

કુલ               ૬૦.૮૪      ૧૦૪.૨૪ઓગષ્ટ સુધીનો વરસાદ

વર્ષ          વરસાદ
( ઇંચ)          ટકા

૨૦૧૫           ૨૮.૦૦      ૫૧.૬૯

૨૦૧૬           ૨૬.૮૮      ૪૮.૯૩

૨૦૧૭           ૩૭.૮૮      ૬૯.૩૯

૨૦૧૮           ૪૫.૭૨      ૮૨.૩૭

૨૦૧૯           ૫૮.૬૮      ૧૦૭.૬૫

૨૦૨૦           ૫૮.૧૮      ૧૦૩.૮૭

૨૦૨૧           ૩૦.૧૬      ૫૨.૪૯

૨૦૨૨           ૬૦.૮૪      ૧૦૪.૨૪

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.