તહેવારોની સિઝનમાં અમદાવાદમાં 882 માર્ગ અકસ્માત થયા !
અમદાવાદ,તા.21 ઓગષ્ટ 2022, રવિવારઓગષ્ટ માસમાં તા.૭ થી ૨૦ ઓગષ્ટ સુધીના ૧૪ દિવસમાં રાજ્યમાં નાના-મોટા મળીને કુલ ૫,૪૧૪ માર્ગ અકસ્માત થવા પામ્યા હતા. જેમાં સૌથી વધુ ૮૮૨ અકસ્માતો અમદાવાદમાં થયા હતા. રક્ષાબંધનના દિવસે વધારે અકસ્માત થયા હતા જેમાં અમદાવાદમાં ૮૬ અને રાજ્યમાં ૬૨૧ અકસ્માત ઇમરજન્સી સેવા ૧૦૮માં નોંધાયા હતા. તહેવારોમાં થયેલા અકસ્માતોમાં બીજા ક્રમે સુરતમાં ૬૨૯ માર્ગ અકસ્માતના બનાવ બન્યા છે.વરસાદની સિઝન, તેમાંય શ્રાવણિયો ઝરમરિયો વરસાદ અને સાથે વાદળછાયા વાતાવરણ ના કારણે રાજ્યમાં માર્ગ અકસ્માતનું જોખમ વધી જતું હોય છે. તેમાંય ચોમાસામાં પડેલા ભારે વરસાદને લઇને માર્ગોની દુર્દશા થઇ હોવાથી તૂટેલા રોડ, હાઇવેના કારણે આ અકસ્માતના બનાવમાં વધારો જોવાયો છે.વળી શ્રાવણ માસના પવિત્ર તહેવારોમાં દેવસ્થાને સહપરિવાર જવાનો ક્રેઝ હોવાથી મોટાભાગના લોકો પ્રવાસે નીકળતા હોય છે. રજાનો માહલો હોવાથી રજાના મુડમાં કલાકો સુધી ડ્રાઇવિંગ કરતા હોય છે. આ સંજોગોમાં આ અકસ્માતના બનાવ બન્યા છે.આ અંગે ઇમરજન્સી સેવા ૧૦૮ના અધિકારીઓના જણાવ્યા મુજબ ખાસ કરીને તહેવારો દરમિયાન ઇમરજન્સી કોલની સંખ્યામાં વધારો જોવા મળતો હોય છે. સામાન્ય દિવસ કરતા વધુ કોલ આવતા હોય છે. માર્ગ અકસ્માતના કેસમાં આ વર્ષે સવિશેષ વધારો જોવા મળ્યો છે.અકસ્માતનો કોલ મળતાની સાથે જ નજીકની ૧૦૮ વાનને ઘટનાસ્થળે મોકલીને પ્રાથમિક સારવાર બાદ જેતે નજીકની હોસ્પિટલોમાં ઇજાગ્રસ્તોને ખસેડાયા હતા. તહેવારોમાં તમામ સ્ટાફ, ડૉક્ટર અને અધિકારીઓ સ્ટેન્ડ ટુ રહેતા હોય છે. વડોદરામાં ૩૬૪ અને રાજકોટમાં ૩૧૩ માર્ગ અકસ્માત નોંધાયા હતા.તહેવારોમાં અકસ્માતની સંખ્યા વધવાની કારણો અંગે તેઓએ જણાવ્યું હતું કે લોકો સહપરિવાર બહાર નીકળે છે. લોંગ ડ્રાઇવ કલાકો સુધી કરે છે, ચાલુ ડ્રાઇવિંગે પણ મજાકમસ્તી થતી હોય છે. વાહનો ઓવરલોડ હોય છે આ સંજોગોમાં સામાન્ય ભુલ ચુકથી માર્ગ અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.વળી ચોમાસામાં હવામાનના કારણો પણ નડે છે. સતત વરસાદ પડતા રોડ રસ્તા તૂટી જવા, સ્ટ્રીટલાઇટો બંધ હોવી, રોડ પણ પાણી ભરાઇ જવા, કાદવ-કિચડ તેમજ ધુમ્મસ, ભેજના કારણે દુરનું દ્રશ્ય જોઇ શકાતું ન હોવાથી પણ વાહન એકબીજાને ટકરાઇ જતા હોય છે. અમદાવાદમાં માર્ગ અકસ્માતના બનાવ વધ્યા તેની પાછળના ઘણા કારણો ગણાવી શકાય.મ્યુનિ.તંત્રની બેદરકારીઓ પણ માર્ગ અકસ્માત માટે જવાબદાર છે. વાહનચાલકોની પણ કેટલીક ભુલો તેમના માટે જોખમ ઉભું કરે છે. ઓવરસ્પીડ, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન પણ જવાબદાર છે. તહેવારો ખુશી માટેના હોય છે નહીં કે ઘર-કુંટુંબમાં દુખનું કારણ બનવાનો. તહેવારોમાં સલામતી પૂર્વક વાહનો ચલાવવા જરૂરી છે.તહેવારો ટાણે કઇ તારીખે કેટલા માર્ગ અકસ્માતના બનાવ 108માં નોંધાયા ?
તારીખ
અમદાવાદ
રાજ્ય
૭
૬૭
૩૭૨
૮
૬૧
૩૫૭
૯
૬૬
૩૪૨
૧૦
૭૧
૩૬૪
૧૧
૮૬
૬૨૧
૧૨
૭૨
૩૮૭
૧૩
૬૭
૩૫૭
૧૪
૫૯
૩૩૫
૧૫
૫૦
૨૪૨
૧૬
૪૮
૩૩૦
૧૭
૫૦
૩૩૦
૧૮
૫૩
૪૩૭
૧૯
૬૫
૪૬૫
૨૦
૬૭
૪૨૬
કુલ
૮૮૨
૫,૪૧૪
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.