જાણો, પશુઓ માટે કાળ બનીને ત્રાટકેલા લમ્પીની ખેડૂતો અને દૂધ ઉત્પાદન પર નકારાત્મક અસર
નવી દિલ્હી, તા. 21 ઓગસ્ટ 2022 રવિવારપશુઓમાં ફેલાઈ રહેલા લમ્પી રોગચાળાથી દૂધ ઉત્પાદક ઘણા ચિંતિત છે, કેમ કે તેમાંથી મોટાભાગના માટે આ એક નવી બીમારી છે. જે રાજ્યોમાં આ બીમારી ફેલાઈ રહી છે ત્યાંના મોટાભાગના પશુના ડોક્ટરો પણ સમજી શકતા નથી કે શુ કરીએ. કેમ કે તેમને પણ આ બીમારીના લક્ષણો કે તેની સારવારનુ કોઈ જ્ઞાન નહોતુ.પશુઓના અચાનક મૃત્યુ અને દૂધ ઉત્પાદનમાં આવેલો ઘટાડો વેટરનરી સાયન્સ અને પશુપાલન વિભાગોમાં ચિંતા વ્યાપી છે. અનેક વિભાગ એ માની રહ્યા છે કે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં, જ્યાં આ બીમારી દેશના અન્ય ભાગની તુલનામાં વધારે ફેલાયેલી છે, દૂધના ઉત્પાદનમાં ખૂબ ઘટાડો આવી શકે છે.આ પણ વાંચો: ગુજરાતમાં 1000 પશુઓ આવ્યા લમ્પી વાયરસની લપેટમાં,જાણો, કેવી રીતે ફેલાય છે આ રોગઆ બીમારી શરૂઆતમાં મોટાભાગના આફ્રિકી દેશોમાં જ જોવા મળતી હતી પરંતુ 2012થી આ મધ્ય પૂર્વના દેશો, દક્ષિણ પૂર્વ યુરોપ અને પશ્ચિમ તથા મધ્ય એશિયામાં ઝડપથી ફેલાઈ રહી છે. વર્ષ 2019થી એશિયામાં અનેક સ્થળો પર આ બીમારી ફેલાઈ હોવાનુ સામે આવ્યુ છે.ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન એન્ડ ઈમ્યુનાઈઝેશનના એક રિપોર્ટ અનુસાર લમ્પી સ્કિન ડિસીઝ 'કેપરીપોક્સવાયરસ' નામના એક વાયરસના કારણે થાય છે. આ સમગ્ર દુનિયાના પશુ માટે એક મોટા જીવના જોખમના રૂપે ઉભરી રહ્યો છે. જેનેટિક રીતે આ વાયરસ ગોટ પોક્સ અને શીપ પોક્સ વાયરસ સાથે જોડાયેલો છે.લમ્પી રોગની વેક્સિનકેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ વિભાગે 10 ઓગસ્ટ 2022એ દેશમાં બનેલી વેક્સિન લમ્પી-પ્રોવેક જાહેર કરી છે. આ વેક્સિનને આઈસીએઆર-એનઆરસીઈ હિસારએ ઉત્તર પ્રદેશના ઈજ્જત નગર સ્થિત આઈસીએઆર- ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાની સાથે મળીને વિકસિત કરી છે. સરકાર લમ્પી પ્રોવેકનુ મોટાપાયે ઉત્પાદન કરીને યોજના બનાવી રહી છે જેથી આ બીમારી પર કાબૂ મેળવી શકાય.આ પણ વાંચો: લમ્પી વાયરસનો ખતરો, પશુઓમાં રસીકરણ ઝુંબેશઆ બીમારીને રોકવાના ઉપાય- જ્યાં પશુઓને રાખવામાં આવ્યા તે સ્થળને જંતુનાશક દવાઓ અને રસાયણોથી સેનિટાઈઝ કરવામાં આવે જેથી વાયરલ નષ્ટ થઈ જાય.- સંક્રમિત પશુને સ્વસ્થ પશુઓથી અલગ રાખવા જોઈએ.- તાત્કાલિક પશુઓના ડોક્ટરનો સંપર્ક કરીને પશુની સારવાર શરૂ કરવી જોઈએ.- બીમારી વિશે રાજ્ય સરકારને માહિતી આપવી જોઈએ.- સ્વસ્થ પશુઓને એલએસડી પોક્સ વેક્સિન કે ગોટ પોક્સ વેક્સિન લગાવવી જોઈએ. - મૃત પશુના મૃતદેહનુ સાવધાનીપૂર્વક અંતિમ સંસ્કાર કરવુ જોઈએ કેમકે તેનાથી પણ બીમારી ફેલાવાનુ જોખમ રહેશે. શ્રેષ્ઠ એ રહેશે કે આવા મૃતદેહોને સળગાવી દેવામાં આવે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.