રાજકોટ ST ડિવિઝનને 3 દિવસમાં સવા કરોડની આવક, નીતિન ભારદ્વાજને ટિકિટ આપવા સો.મીડિયામાં મેસેજ વાઇરલ
જન્માષ્ટમીમાં પાંચ દિવસનું મીની વેકેશન અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેળાઓને લીધે આ વખતે એસટી બસો હાઉસફૂલ રહી હતી. ત્રણ દિવસમાં જ રાજકોટ એસટી ડિવિઝનને સવા કરોડની આવક થઇ હતી તો રેલવે વિભાગે સ્પેશિય ટ્રેનો પણ દોડાવી હતી. રાજકોટમાં નીતિન ભારદ્વાજને ટિકિટ આપવા માટે સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ થયા છે. હાલમાં જ નીતિન ભારદ્વાજને સુરેન્દ્રનગરના પ્રભારી પદેથી દૂર કરવામાં આવ્યા હતા. હવે તેમને ટિકિટ આપવા માટે ભાજપના જ વોટ્સએપ ગ્રુપમાં લોબિંગ શરૂ થયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.