જુગારાષ્ટમીઃગાંધીનગર શહેર અને આસપાસના ગામોમાંથી 80 પકડાયા - At This Time

જુગારાષ્ટમીઃગાંધીનગર શહેર અને આસપાસના ગામોમાંથી 80 પકડાયા


ગોકુલ આઠમે પકડાયેલા શકુનીઓ કૃષ્ણના જન્મસ્થળ એટલે કે જેલ
હવાલેડભોડા પોલીસે સૌથી વધુ દસ ઃ સે-૨૧ પોલીસે પાંચ અને
અડાલજ-ચિલોડા પોલીસે ત્રણ-ત્રણ રેડ કરી ઃ જુગારીઓ પાસેથી કુલ ૨.૪૩ લાખનો મુદ્દામાલ
જપ્તગાંધીનગર :  ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દરોડા પાડીને
જુગારીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. જન્માષ્ટમી જુગારાષ્ટમી બની ગઇ હોય તે
રીતે ગાંધીનગર અને આસપાસના ગામોમાં જુગારધામો ધમધમતા થયા હતા જેમાં પોલીસે દરોડા
પાડીને કુલ ૮૦ જુગારીઓને પકડી પાડયા છે. જેમને ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો તે
સ્થળે એટલે કે, જેલ
હવાલે કરી દેવામાં આવ્યા છે. જ્યારે તેમની પાસેથી કુલ ૨.૪૩ લાખનો મુદ્દામાલ પણ
કબ્જે કરવામાં આવ્યો છે.સેક્ટર-૨૧ પોલીસે સેક્ટર-૨૫ જીઆઇડીસી ખાતે દરોડો પાડયો હતો અહીં
ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીઓ પકડાયા હતા. જેમાં સે-૨૫માં રહેતા ભરત ભુવા
રાવળ, જોગીંદર મુન્નાસિંગ
રાજપુત, કલ્પેશ કરશન
રાવત, શંકર રાણા
વણઝારા અને મહેન્દ્ર શ્યામ દંતાણી પાસેથી પાંચ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
હતો. જીઇબી ખાતેથી છ જુગારીઓ પકડાયા હતા જેમાં જીઇબીના મેહુલ રમેશ સોલંકી, પેથાપુરના હિતેષ અમરત
મૌર્ય, શ્યામ પ્રવિણ
જોષી, શિવ પ્રવિણ
જોષી, સરગાસણના
ઋત્વીજ કિરીટ ગુસાણી, ગાંધીનગરના
સુરજ જશુ પરમારને પકડીને ૨,૯૨૦નો મુદ્દામાલ
પકડયો હતો. જીઇબીના કાચા છાપરામાં ચાલતા જુગારધામમાંથી ભરત ડાહ્યા દંતાણી, પંકજ પ્રવિણ સોલંકી, બળવંત પુરબિયા, ચતુર હરજી કબીરા, પ્રવિણ સોમા સોલંકી
તથા ગણપત જોગા ચૌધરીને ઝડપી ૧૦,૪૫૦નો મુદ્દામાલ
જપ્ત કર્યો હતો. સે-૨૪માં દરોડો પાડીને પોલીસે જુગાર રમતા અમિત ભગા મકવાણા, અશોક બકા દંતાણી અને
રાજુ મથુર દંતાણીને કુલ ત્રણ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. તો સે-૨૪ સામે
શાંઇબાબા મંદિર નજીક જુગાર રમતા પુનમ ખેમા મારવાડી, રોશન યશવંત શાહ,
વિશાલ ભીમા મારવાડી અને દશરથ પમાને ૮૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
અડાલજ ગામની સીમમાં જમિયપુરા ગામ તરફ જવાના રોડ પર ખુલ્લી
જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ૧૧
જુગારીઓ પકડાયા હતા. જેમાં ઉવારસદના પ્રહલાદ કાળુ રાઠોડ, જમિયતપુરાના
રણજીત પમા દંતાણી અને ગોપાલ ડાહ્યા દેવીપૂજક 
અડાલજના જયંતી ભગાભાઇ દેવીપૂજક,
હરજી દેવા દેવીપૂજક, વિક્રમ
હરજી દેવીપૂજક,મુકેશ
દિનેશ દેવીપુજીક, નંદાલાલ
બચુ દેવીપુજક તથા ખોરજના ભાઇમલ ભુરા દેવીપૂજક અને કરણ ભુરા દેવીપૂજકને ઝડપી પાડયા
હતા. આ જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત કુલ ૩૨,૫૩૦નો
મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત સુઘડના પગીવાસમાંથી પણ ત્રણ જુગારીઓ અડાલજ
પોલીસને હાથ લાગ્યા હતા. જેમાં અમિયાપુરના તુષાર મહેન્દ્ર ઠાકોર અને જગદીશ પ્રહલાદ
મકવાણા, સુઘડમાં
રહેતા ભરત ફકીર ઠાકોરને કુલ ૧૨,૩૦૦ના
મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યા છે. એટલુ જ નહીં, અડાલજ પોલીસે તારાપુર ગામમાંથી પાંચ જુગારીઓ પકડી પાડયા છે.
જેમાં દંતાલીના મોહન જયંતી ઠાકોર,
હિંમત મગા ઝાલા તથા તારાપુરામાં રહેતા જગા પોપટ ઠાકોર, ચિનેશ ખોડા ઠાકોર
અને અશોક જયંતિ ઠાકોરને કુલ ૧૪,૯૨૦ના
મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. ચિલોડા પોલીસ જન્માષ્ટમી દરમ્યાન પેટ્રોલીંગમાં હતી તે વખતે
સાદરા ગામમાંથી ૧૧ જુગારીઓ પોલીસ પકડમાં આવ્યા હતા. જેમાં પોપટ ડાહ્યા દંતાણી, લક્ષ્મણ વાઘેલા, વિષ્ણુ રાવળ, અજીત ઠાકોર, મહેશ જયંતીલાલ
પંચાલ, ગાભા
અમથા ચૌહાણ, અલ્કેશ
રાવળ, પ્રતાપ
ભીખા ચૌહાણ, ચેતન
રાજુભાઇ ચૌધરી,કરણસિંહ
ગોપાલસિંહ રહેવર અને પંકજ ઠાકોર જુગાર રમતા પકડાયા હતા આ ૧૧ જુગારીઓ પાસેથા ૨૦, ૨૭૦નો મુદ્દામાલ
જપ્ત કર્યો છે. આલમપુરમાં આવેલી એપીએમસીની દુકાન નં. ૮૨ની ઓસરીમાં જુગાર રમતા ચાર
શકુનીઓ પકડાયા છે. જેમાં બોરીજના હર્ષદ બળદેવ બારોટ, દશેલાના કમ્પેશ અમૃત રાવળ, મોટાચિલોડાના રીયાઝ લાલા મનસુરી અને મેહુલ જયંતી બારોટને ૧૦,૨૪૦ના મુદ્દામાલ
સાથે પકડવામાં આવ્યા છે. મગોડીમાંથી પણ ચિલોડા પોલસે દરોડો પાડીને જુગારીઓને પકડી
પાડયા છે. જેમાં સે-૨૬માં રહેતા દિલીપસિંહ નટવરસિંહ બિહોલા, સે-૨૯ના સંજયસિંહ
સંજુભા ઝાલા બાપુનગરના હિતેશ રજનીકાંત ચૌહાણને ૩૮,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. ડભોડા પોલીસે મેદરાના પરમારપુરામાંતી ૧૧,૮૫૦નો મુદ્દામાલ
સાથે મેદરાના હર્ષદસિંહ રામસિંહ પરમાર,
રણજીતસિંહ લક્ષ્મણસિંહ બિહોલા અને અજીતસિંહ ભરતસિંહ પરમારને જુગાર રમતા પકડી
પાડયા હતા. તો કાંતાબા ફાર્મમાં રમતા નરોડાના બ્રિજેશ રમેશ પટેલ,સૌરભ નરેન્દ્ર
પટેલ, વિશ્વનાથ
કનુ પટેલ, કેતુ
દિપક પટેલ, પાર્થ
પ્રતાપ સરવૈયા, નિલેશ
મનુ પટેલ અને તેજશ રોહિત પટેલને ૩૬,૬૦૦ના
મુદ્દામાલ સાથે જુગાર રમતા પોલીસે પકડી લીધા હતા. જ્યારે ડભોડા પોલીસ સ્ટેશનની
હદમાં આવતા રાયપુર ગામમાં જુગાર રમતા ત્રણ પકડાયા હતા જેમાં રાયપુરના પસા મગન
ઠાકોર, જશુ મલા
સલાટ અને વિક્રમ કનુ સોલંકી ૭૩૦ રૃપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. પ્રાંતિયા
ગામના મહાદેવપુરા વિસ્તારમાં બાજી લગાવીને બેઠેલા રઇજી કેશા ઠાકોર, રાજેશ પ્રતાપ
ઠાકોર, મુકેશ
રણછોડા ઠાકોર, છના
પ્રતાપ ઠાકોર, બુધા
મોહન ઠાકોર, ગોવિંદ
કાલા ઠાકોર અને રૃમાલ કેસા ઠાકોરને પકડી પાડવામાં આવ્યા છે. જેમની પાસે ૧૧,૧૩૦ રૃપિયાનો
મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. રણાસણ ગામમાં પણ પોલીસે જુગારીઓ પર કાર્યવાહી
કરી છે જેમાં રણાસણના દશરથસિંહ ગુલાપસિંહ ગોહિલ, સુરેશ રમેશ ઠાકોર,
વિજયસિંહ પ્રવિણસિંહ ચૌહાણ,
જયદિપસિંહ રજુસિંહ ગોહિલ અને નરોડાના શૈલેષ પ્રવિણ બારોટને ૧૦,૩૭૦ રૃપિયાના
મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. પ્રાંતિયા મહાદેવ મંદિર પાસેથી વરલીનો જુગાર
રમતો ભરત કેસા ઠાકોરને ૧૭૬૦નો મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડયો હતો.જ્યારે ગલુદણ
નદીવાસમાંથી ચાર જુગારી પકડાયા હતા જેમાં રૃમાલ તખા ઠાકોર, પ્રભાત મહોત
ઠાકોર, રણજીત
જશુ ઠાકોર અને વિરમ વાલજી રબારીને ૨,૪૫૦ના
મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. લીંબડીયા ગામમાંથી સદેવન નવઘણ લુહાર, નરેશ અમરત ઠાકોર, કિરણ પટેલ એન
જયેશ શિવપ્રસાદ કુસવાહ પાસેથી ૧૩,૪૫૦નો
મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તો સોનારડા ગામમાં ત્રણ જુગારી પકડાયા હતા
જેમાં અમરસિંહ ગાંડાભાઇ ઠાકોર,
બાબુ માંધા ઠાકોર અને લક્ષ્મણ મંગા ઠાકોરને ૧૪૭૦ના મુદ્દામાલ સાથે ઝડપ્યા
હતા.ગલુદણમાંથી પકાયેલા વધુ બે જુગારી લાલા બાબુ ઠાકોર અને સુરેશ ભીખા દંતાણીને પણ
પોલીસે પકડી પાડયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.