ખેતી માટે સમાન વીજ દરનો નિર્ણય ન થાય તો આંદોલન
સરકાર સમક્ષ વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાંલમ્પી વાયરસથી થયેલા પશુઓના મોતના સરકારી આંકડામાં તફાવતથ ભારતીય કિસાન સંઘનો આક્ષેપગાંધીનગર : ખેતી માટે સમાન વીજ દર રાખવા માટે સરકાર સમક્ષ કરવામાં
આવેલી વારંવારની રજૂઆતો અને અન્ય પડતર માંગણીઓના સંબંધમાં કોઇ જ નિરાકરણ લાવવામાં
નહીં આવતા આખરે ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન છેડવા નિર્ણય કરવામાં આવ્યો છે.
દરમિયાન લમ્પી વાયરસથી થયેલા પશુઓના મોતના સરકારી આંકડા અને સંસ્થાને મળેલા
આંકડામાં તફાવત હોવાનો પણ ભારતીય કિસાન સંઘે આક્ષેપ કર્યો છે.ભારતીય કિસાન સંઘના પદ્દાધિકારીઓ દ્વારા આ અંગે જણાવવામાં
આવ્યું કે સમાન વીજ દર તથા મીટર પ્રથાની નાબુદી સહિતની વિવિધ ૧૩ માંગણીઓ સાથે સંઘ
દ્વારા અગાઉ મુખ્યમંત્રી,
કૃષિ મંત્રી, ઉર્જા
મંત્રી અને મહેસૂલ મંત્રી સાથે બેઠકો યોજવામાં આવી છે. દરેક વખતે ખેડૂતોની અનેકવિધ
સમસ્યા મુદ્દે મંત્રીઓને વિગતવાર માહિતી આપવામાં આવી છે. પરંતુ મંત્રીઓ તરફથી
માત્ર હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે તેવી ખાતરીઓ આપવામાં આવ્યા બાદ આદિશામાં કોઇ જ
નિર્ણય કરવામાં આવી રહ્યાં નથી. આખરે શનિવારે ગાંધીનગરમાં આ મુદ્દે યોજવામાં આવેલી
કારોબારીની બેઠકમાં સરકારની નીતિના વિરોધની નીતિ તૈયાર કરવાનો સુર ઉઠયો હતો.
છેલ્લા છ મહિનાથી સમાન વીજ દર અંગે કરવામાં આવેલી રજૂઆતો
પછી ઉકેલ નહીં આવવા સાથે વધુમાં જણાવ્યું કે ખેતીની વીજળી માટે મીટર મુકવામાં
આવ્યા છે. સિંચાઇ માટે જે ખેડૂતો વધારાની વીજળી વાપરે છે, તેને તો બીલ આવે
છે. પરંતુ વધારાનો પાવર નહીં વાપરતા નાના ખેડૂતોને પણ બિલ ઠપકારી દેવામાં આવે છે.
આ સંજોગોમાં ખેડૂતો દ્વારા મીટર પ્રથાને નાબુદ કરવાની માંગણી કરવામાં આવી છે.
દરમિયાન લમ્પી વાયરસથી પશુના મોતના હજ્જારો કિસ્સા બનવાથી ખેડૂતોમાં આક્રોષ ફેલાયો
છે. ત્યારે આગેવાનોએ કહ્યું કે સરકાર દ્વારા રસીકરણની કામગીરી ખુબ ધીમ ગતિએ
કરવામાં આવી હતી. પશુ મરણના સંસ્થાને મળેલા આંકડા કરતા સરકારી આંકડા ઓછા બતાવવામાં
આવી રહ્યાંનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન સરકાર હવે હકારાત્મક
પ્રતિભાવ ન આપે તો આંદોલન છેડવા માટે રણનીતિ તૈયાર કરવા નિર્ણય લેવાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.