ગાંધીનગરમાં કોરોનાના વધુ 14 જ્યારે સ્વાઇનફ્લૂના નવા ચાર કેસ
દોઢ વર્ષની બાળકી સ્વાઇનફ્લૂ પોઝિટિવસરગાસણમાં રહેતા પરિવારના બે બાળકો સહિત ત્રણ સભ્યો કોરોનાગ્રસ્ત ઃ કુલ ૩૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટયું છે પરંતુ
સ્વાઇનફ્લૂનો વાયરસ ફરી સક્રિય થતા ચિંતા વધી છે. શનિવારે કોર્પોરેશનમાં દસ જ્યારે
જિલ્લાના ગ્રામ્યમાં ચાર મળીને કુલ ૧૪ પોઝિટિવ કેસ કોરોનાના મળી આવ્યા હતા જ્યારે
ચાર દર્દીઓ સ્વાઇનફ્લૂના પણ સામે આવ્યા છે. જેમાં દોઢ વર્ષની એક બાળકીનો પણ સમાવેશ
થાય છે.સમગ્ર ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર ધીરે ધીરે શાંત પડી રહી
હોય તેમ કોરોનાના રોજના આંકડા પરથી લાગી રહ્યું છે પરંતુ ડોક્ટરોનું માનીએ તો, ઘણા એવા દર્દીઓ છે
કે, જેઓ કોરોના
પોઝિટિવ છે પરંતું આઇસોલેટ થવાના ડરથી તેઓ કોરોનાનો ટેસ્ટ કરાવતા નથી.જેના કારણે હાલ
કોરોનાનું સંક્રમણ ઘટયું હોય તેમ જરૃર લાગી રહ્યું છે પરંતુ એવું છે નહીં. ગાંધીનગરમાં
શનિવારે કોરોનાના વધુ ૧૪ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સરગાસણમાં રહેતા એક જ પરિવારના
ચાર અને સાત વર્ષના બે બાળકો સહિત કુલ ત્રણ સભ્યો કોરોનામાં પટકાયા છે. આ ઉપરાંત સેક્ટર-૪,૭,,૮,૧૪ અને સે-૩૦ તથા
કોબામાંથી એક-એક દર્દી મળી આવ્યા છે. ગાંધીનગર તાલુકાના શેરથામાં રહેતો યુવાન તથા અડાલજની
૫૬ વર્ષિય મહિલા સંક્રમિત થઇ છે જ્યારે કલોલના ખાત્રજમાં રહેતી ગૃહિણી અને કલોલ શહેરના
યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગાંધીનગરમાં સ્વાઇનફ્લૂના કેસમાં પણ ચિંતાજનક વધારો થઇ
રહ્યો છે. કલોલ શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની ૧.૬ વર્ષની બાળકી સ્વાઇનફ્લૂમાં
સપડાઇ છે જ્યારે સેક્ટર-૨૪ની વૃધ્ધા,
સુઘડના વૃધ્ધ તથા સેક્ટર-૧માં રહેતા ૭૦ વર્ષિય વૃધ્ધાનો એચવનએનવન રિપોર્ટ
પોઝિટિવ આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.