વિકાસ કમિશનરે એક ઝાટકે નાણાં પંચના કામને રદ કર્યાં
જિલ્લા પંચાયત દ્વારા નિયમનું ઉલ્લંઘન કરાતાંતંત્ર દ્વારા મંજુરી માટે મોકલાયેલા ૪.૫૬ કરોડના કામ પૈકી રૃપિયા ૧.૫૯ કરોડના કામને નામંજુર કરી દેવાયાંગાંધીનગર : ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા ૧૫માં નાણાં પંચ અંતર્ગત
વિવિધ વિકાસ કામ નિયત કરાયા હતાં. પરંતુ મંજુરી માટે મોકલવામાં આવેલા રૃપિયા ૪.૫૬
કરોડના કામ પૈકીના ૧.૫૯ કરોડના ખર્ચના કામને વિકાસ કમિશનર દ્વારા નામંજુર કરી
દેવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત દ્વારા કામના સંબંધમાં કરવામાં આવેલી દરખાસ્તોમાં
ગ્રાન્ટના ઉપયોગ સંબંધે નિયમ ભંગ થઇ રહ્યાનું જણાતા કામ રદ થયા હતાં.કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ
ઉભી કરવા માટે ૧૫માં નાણાં પંચ અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગ્રાન્ટની
ફાળવણીનો નિયમ એવો છે, કે સરકાર
દ્વારા કુલ ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતને ૧૦ ટકા, તાલુકા પંચાયતને ૨૦ ટકા અને ગ્રામ પંચાયતને ૭૦ ટકા રકમની
ફાળવણી વસતીના ધોરણે કરવામાં આવે છે. પરંતુ એકના એક કામ રીપીટ ન થાય અથવા જરૃરત ન
હોય તેવી સુવિધા પાછળ નાણાંનો ઉપયોગ ન થાય તેના સહિત વિવિધ શરતોનું પાલન તંત્રએ
કરવાનું રહે છે. જિલ્લા તંત્રએ ગ્રાન્ટના નિયમોનો ભંગ કોઇપણ કક્ષાએ થાય નહીં તેનું
ધ્યાન પણ રાખવાનું છે અને અટકાવવાનું પણ છે. સાથે જ જે કામ કરવાનો નિર્ણય કરવામાં
આવે તેની દરખાસ્ત તૈયાર કરીને તેનો અમલ કરતાં પહેલા મંજુરી માટે વિકાસ કમિશનરની
કચેરીને મોકલવાનું ફરજિયાત કરવામાં આવેલું છે.
નોંધવું રહેશે કે ૧૫માં નાણાં પંચ અંતર્ગત જિલ્લા કક્ષાએ ૧૦
ટકા લેખે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તે પૈકી ૪.૫૬ કરોડના વિવિધ કામનું યોજન
કરીને તેની દરખાસ્ત મંજુરી માટે વિકાસ કમિશનરની કચેરીને મોકલવામાં આવી હતી. પરંતુ
આ પૈકીના રૃપિયા ૧.૫૯ કરોડના ખર્ચના કામને મંજુરી આપવામાં આવી નથી. જેમાં નિયમનો
ભંગ થતો હોવાના કારણે કામ નામંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે
આગામી દિવસોમાં નવેસરથી દરખાસ્ત તૈયાર કરીને વિકાસ કમિશનરની મંજુરી માગવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.