કતારગામમાં અભ્યાસના ટેન્શનમાં ધો.10ની વિદ્યાર્થિનીનો આપઘાત
- પાંડેસરા ચીકુવાડીમાં જરીના પ્રૌઢ વયના કારખાનેદારે
યુનિટમાં જ ફાંસો ખાધો : જહાંગીરપુરામાં ડાયાબિટીઝ, પ્રેશરને લીધે આધેડે
જીવન ટુંકાવ્યું સુરત :કતારગામમાં
અભ્યાસના ટેન્શનમાં ધો. ૧૦ ની વિદ્યાર્થીની આપઘાત કર્યો હતો. જ્યારે પાંડેસરામાં
નાણાંકીય ભીડથી પ્રૌઢ વયના જરીના કારખાનેદારે જીવન ટુંકાવી લીધું હતું.પ્રાપ્ત
વિગત મુજબ કતારગામમાં આંબાતલાવડી રોડ પર જય ભવાની સોસાયટીમાં રહેતી ૧૬ વર્ષીય તિથિ
નિલેશભાઈ નારોલા ગત તા. ૧૮મી એ સાંજે ઘરમાં દરવાજો બંધ કરી ફાંસો ખાધો હતો. દરવાજો
નહીં ખોલતા તેની માતાએ બુમો પાડતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દરવાજાને
ધક્કો મારતા ખુલી ગયો હતો. તિથિને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં
ગતરાતે તેનું મોત થયું હતું. સિંગણપોર પોલીસે કહ્યુ કે તિથિનો પરિવાર ભાવનગરનો
વતની છે. ધો. ૧૦ માં અભ્યાસ કરતી હતી. તેણે અભ્યાસના ટેન્શનમાં આ પગલુ ભર્યુ
હોવાની શકયતા છે. તેના પિતા રત્નકલાકાર કલાકાર છે. તેનો એક ભાઈ છે. બીજા
બનાવમાં પાંડેસરામાં ગોર્વધનગરમાં રહેતો ૨૬ વર્ષીય પ્રિન્સ વિજયસિંહ સીંગ ગત
તા.૧૮મી બપોર થી સાંજ દરમિયાન ઘરમાં લોખંડના એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ
લીધો હતો. તેની માનસિક બિમારીની દવા ચાલુ હતી. ડાઇંગ-પ્રિન્ટીંગ ખાતામાં કામ કરતો
હતો. તેની બે બહેન છે. ત્રીજા બનાવમાં
પાંડેસરા ચીકુવાડી રો હાઉસમાં રહેતા ૫૪
વર્ષીય દિનેશભાઇ બચુભાઇ જાસાણી ભેસ્તાન વિસ્તારમાં જરીનું ખાતુ ચલાવતા હતા.
શુક્રવારે રાતે તે અલથાણા ખાતે સંબંધીના ઘરે જન્માષ્ટમીના પ્રસંગમાં ગયા ન હતા.
પરિવારના સભ્યોએ અનેક કોલ કરવા છતા રીસીવ નહી કરતા તેઓ કારખાને પહોંચ્યા હતા.
જ્યાં દિનેશભાઇ છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
તેઓ મુળ ગોડંલના વતની હતા. તેમને નાંણાકીય તકલીફ હોવાથી આ પગલુ ભર્યુ હોવાની શકયતા
છે. આ બંને બનાવની પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.જ્યારે
જહાંગીપુરામાં ડોકટર પાર્ક પાસે એસ.એમ.સી ટેનામેન્ટમાં રહેતા ૪૨ વર્ષીય અશોક
શાંતારામ મોહિતે તા.૧૮મીએ સાંજે ઘરના બેડરુમમાં ફાંસો ખાઇ લીધો હતો. તેને ઘણા
સમયથી ડાયાબિટીઝ,પ્રેશરની બિમારી હોવાથી પથારીવશ રહેતા હોવાથી માનસિક તાણ અનુભવતા હતા. તેમને બે સંતાન છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.