સુરતમાં સ્વાઈન ફલૂના વધુ એક દર્દીનું મોત : નવા બે દર્દી
- સુરતમાં બે દિવસમાં
કોરોનામાં નવા ૪૧ કેસ સામે ૯૨ દર્દી સાજા થયા સુરત :સુરત
શહેરમાં સ્વાઈન ફ્લૂમાં કહેર યથાવત રહેતા છાપરાભાઠાના
વૃધ્ધાનું મોત થયુ હતુ. જયારે સ્વાઇન ફ્લૂમાં બે દિવસમાં નવા બે દર્દી ઝપેટમાં આવ્યા
છે. આ સાથે સુરતમાં શુક્રવારે અને શનિવારે સિટીમાં કોરોનામાં ૨૩ અને જીલ્લામાં ૧૮ મળી
નવા ૪૧ દર્દી સંક્રમિત થયા છે. જયારે બે દિવસમાં સિટીમાં ૬૦ અને જીલ્લામાં ૩૨ મળી ૯૨
દર્દીઓને ડિસ્ચાર્જ મળ્યો હતો. આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ છાપરાભાઠા ખાતે રહેતા ૬૩ વર્ષીય વૃધ્ધાનો તા.૮ મીએ
સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે
દાખલ કર્યા હતા. જયાં ગત તા.૧૮મીએ તેમનું મોત નીંપજયુ હતુ. જયારે વૃધ્ધાને પ્રેશર
અને અસ્થમાની બીમારીથી પીડિત હતી. આ સાથે સ્વાઈન ફ્લૂમાં શુક્રવારે એક અને શનિવારે
એક દર્દી સપડાયા છે. જેની સાથે સુરત
શહેરમાં સ્વાઈન ફ્લૂના કુલ ૯૭ કેસ થયા છે. જે પૈકી એક દર્દી સારવાર અર્થે
હોસ્પિટલમાં દાખલ છે. જોકે સ્વાઇન ફ્લૂમાં કુલ ૬ દર્દીના મોત થવા અંગે પાલિકાના
ચોપડે નોધાયા છે.
સુરત સિટીમાં
શુક્રવારે કોરોનામાં ૧૨ અને શનિવારે ૧૧ મળી ૨૩ કેસ નોધાયો છે. જેમાં સૌથી વધુ રાંદેરમાં
૯, અઠવામાં
૭, લિંબાયતમાં ૨,
વરાછા એમાં ૧, વરાછા બીમાં ૧, કતારગામમાં ૧ અને ઉધના એ ઝોનમાં ૨ દર્દી સંક્રમિત થયા છે. જેમાં મેડીકલ ઓફિસર
સહિત બે ડોકટર,નર્સ અને પોલીસ સહિતના સમાવેશ થાય છે. જયારે સિટીમાં
બે દિવસમાં ૬૦ દર્દીઓે સાજા થતા રજા આપવામાં આવી છે. સિટીમાં કુલ ૧૦૭ એકટીવ કેસ પૈકી
૪ દર્દી હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે સુરત જીલ્લામાં શુક્રવારે ૫ અને શનિવારે ૧૩ મળી
નવા ૧૮ દર્દી સંપડાયા છે. જયારે બે દિવસમાં જીલ્લામાં ૩૨ દર્દી રજા આપી હતી. જોકે જીલ્લામાં
કુલ ૮૩ એકટીવ કેસ છે. જયારે સિટી અને જીલ્લામાં મળી એકટીવ કેસ કુલ ૧૯૦ થયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.