લિંબાયતમાં ખાડીપૂર ઓસર્યું : 850 મેટ્રીક ટન કચરો નીકળ્યો
- ટ્રેકટર, ટ્રક, જેસીબી, રોબોટ મશીન
સહિત 80 સાધનો, 650 થી વધુ
કામદારોએ સફાઇ શરૃ કરીસુરત ખાડીપુરના
પાણી ઓસરતા જ પાલિકા દ્વારા શરૃ થયેલી સફાઇ ઝુંબેશમાં બે દિવસમાં લિંબાયત
વિસ્તારની તમામે તમામ સોસાયટીમાં ટ્રેકટર, ટ્રક, જેસીબી સહિત
૮૦ સાધનો ૬૫૦ થી વધુ કામદારોની મદદથી બે દિવસમાં ૮૫૦ મેટ્રીક ટન ઉલેચી સોસાયટીઓ
ચોખ્ખી ચણાંક કરીને જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો.
ભારે
વરસાદના કારણે સુરત શહેરમાં ખાડીપુરની સ્થિતિ સર્જાતા અનેક સોસાયટીઓમાં પુરના પાણી
ફરી વળ્યા હતા. દરમ્યાન પૂરના પાણી ઓસરી જતા પાલિકા દ્વારા યુદ્રના ધોરણે સફાઇ
ઝુંબેશ શરૃ કરાઇ છે. જેમાં વિવિધ ઝોનના ૨૪૧ કામદારો તથા લિંબાયત ઝોનના ૪૩૦ થી વધુ
કામદારો દ્વારા લિંબાયત વિસ્તારની સરદાર નગર,
અંબાનગર, મંગલા પાર્ક, ભેયાના
બગીચાથી ક્રાંતિનગર થી લઇને છેક ટેકરા ફળિયાથી વૈભવ લકઝરીયા મળીને ૫૦ થી વધુ
સોસાયટીઓમાં સફાઇ અભિયાન હાથ ધરાયુ હતુ. જેમાં ૬૫૦ થી વધુ કામદારો, ટ્રેકટર, ટ્રક, જેસીબી,
રોબોટ મશીન સહિત અલગ અલગ ૮૦
સાધનોની મદદથી બે દિવસમાં ૮૫૦.૮૫ ટન કચરાનો નિકાલ કર્યો છે. અને સોસાયટીઓ સાફ
કર્યા બાદ રોગચાળો નહીં ફાટી નિકળે તે માટે આ સોસાયટીઓમાં ૧૦.૯૭૯ કિ.ગ્રામ
જંતુનાશક દવાનો છટંકાવ કરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.