હળવદમાં કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નિકળી
- યાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીનો નાદ ગુંજી ઉઠયો હળવદ : માનવ મેરામણ શોભાયાત્રામાં જોડાયો હતો લોકો કૃષ્ણ ભક્તિથી રંગાયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા હળવદ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાધાકૃષ્ણ મંદિર મોરબી દરવાજેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને હળવદની મેઈન બજારમાં શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ૧૫ જેટલા ફલોટ ભગવાન પરશુરામ, ગજાનંદ, રાધાકૃષ્ણ સહિતના ફલોટ આકષત બન્યા હતા. યાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીનો નાદ ગુંજી ઉઠયો હતો. વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટેલ રબારી ભરવાડ સમાજના યુવકો તેમજ અન્ય રાસ મંડળી દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. હળવદ શહેર ગોકુળીયુ બન્યું હતું. વિશાળ સંખ્યામાં જનમેદની શોભાયાત્રામાં જોડાઈ હતી અને હર્ષ ઉલ્લાસ સાથે સંપન્ન થઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.