ઇકો કારે બાઇકને અડફેટે લેતા બે વ્યક્તિના મોત - At This Time

ઇકો કારે બાઇકને અડફેટે લેતા બે વ્યક્તિના મોત


- દેત્રોજ તાલુકાના કુકવાવ ગામની ઘટના- એક વ્યક્તિને ઈજા : ઇકોના ચાલક સામે ફરિયાદ નોંધાઈવિરમગામ : દેત્રોજ તાલુકાના કુકવાવ ગામે રોડ ઉપર અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. ઇકો ગાડીના ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટર સાઇકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક તેમજ બાઇક ઉપર સવારના સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યા હતા. આ બનાવમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બની હતી.દેત્રોજ તાલુકાના કુકવાવ રોડ ઉપર જાબુડાના તળાવના વળાંક ઉપર થયેલ અકસ્માતની ઘટના અંગે ભરતસિંહ સોલંકી (રહે. કુકવાવ)એ દેત્રોજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જણાવ્યા મુજબ તા. ૧૯-૮-૨૦૨૨ના રોજ જન્માષ્ટમીનો મેળો કરવા પરિવાર સાથે દેત્રોજ ગયા હતા ત્યારે સાંજના મિત્રનો ફોન આવેલ કે તમારા ભાઈ, બાપુજીનું મોટર સાયકલ કુકવાવ રોડ ઉપર પડેલ છે અને અકસ્માત થયો છે. ઇકો ગાડીના ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા બાઇક ઉપર સવાર ૩ જણાને શરીર અને માથાના ભાગે ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોન કડી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં પ્રથમ સારવાર આફી વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે લઈ જતા ભાઈ બાપુજી કીર્તિસિંગ, દિવ્યરાજસિંહને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે મિત્રની દિકરી ગોરલબાને અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. આ બનાવમાં ઇકો ગાડીના ચાલક યુવરાજસિંહ સોલંકી રહે કુકવાવ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.