વિરમગામ શહેરમાં બે સ્થળે મેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટયા
- ફાયર સેફ્ટી સહિતની સુવિધાનો અભાવ- શેઠ એમ.જે. હાઇસ્કૂલના પટાંગણના મેળામાં સ્ટોરમાં કરંટ લાગતા વેપારી ગંભીર ઈજાગ્રસ્તવિરમગામ : વિરમગામ શહેરમાં સિદ્ધનાથ મહાદેવના મંદિર પરિસરમાં તેમજ શેઠ એમ. જે. હાઇસ્કૂલના પટાંગણમાં ખાનગી આયોજકો દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આઠમના દિવસે સ્કૂલના મેદાનમાં લોકમેળામાં સ્ટોલમાં વેપારીને વીજ કરંટ લાગતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો.આ લોકમેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું હતું બે વર્ષના કોરોના કાળ બાદ પોતાના બાળકો સાથે મેળામાં તહેવારના આનંદ માટે ઉમટી પડયા હતા આ લોકમેળાને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ૧૦ દિવસ સુધીની શરતી મંજૂરી આપવામાં આવી હતી. લોકમેળાની અંદર સુવિધાના નામે મોટું મીડું જોવા મળ્યું હતું.સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટની સુવિધા, સેનીટેશન સુવિધા, જરૂરી પાર્કિંગ, મેડીકલ વાહન બે દરવાજા, આવાક જાવક જેવી વિવિધ સુવિધાથી વંચિત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.રાંધણ છઠ્ઠના દિવસે સિદ્ધનાથ મંદિરના પટાંગણમાં બ્રેકરાઉન્સ રાઇડર્સની બેઠક તૂટતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે આઠમના દિવસે શેઠ એમ.જે. હાઇસ્કૂલના મેદાનમાં લોકમેળામાં લગાવેલ દુકાન સ્ટોલમાં વીજ કરંટ લાગતા વેપારી ગંભીર ઇજાગ્રસ્ત બન્યા હતા. સારવાર અર્થે વિરમગામ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મેળો જે જગ્યાએ ભરાય છે તે વિસ્તારમાં આજુબાજુ હોસ્પિટલો આવેલી હોવા છતાં મેળામાં શોરબકોર વચ્ચે મોડી રાત્રિ સુધી મેળો ચલાવવામાં આવતો હોત. મેળાની બાજુમાં રેસીડેન્સ વિસ્તારના લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા હતા. મેળામાં જવાનો એક જ મુખ્ય રસ્તો હોઈ ટ્રાફિક જામના દ્રશ્યો ખડા થયા હતા. દલિત અધિકાર મંચના સંયોજક દ્વારા ૧૮-૮ના રોજ મેળાની મંજુરીની શરતોના ભંગ બદલ જરૂરી કાર્યવાહી કરવા ના. કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વાય.એસ.પી.ને લેખિતમાં ૧૩ મુદ્દાઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.