રાજ્ય માહિતી આયોગ કમિશ્નરે ધંધુકા તાલુકાના ખસ્તા ગામના તલાટીને રૂપિયા 5000 દંડ ફટકાર્યા. - At This Time

રાજ્ય માહિતી આયોગ કમિશ્નરે ધંધુકા તાલુકાના ખસ્તા ગામના તલાટીને રૂપિયા 5000 દંડ ફટકાર્યા.


રાજ્ય માહિતી આયોગ કમિશ્નરે ધંધુકા તાલુકાના ખસ્તા ગામના તલાટીને રૂપિયા 5000 દંડ ફટકાર્યા.
દંડ સમયસર ન ભરે તો ટી ડી ઓ એ તેના પગાર ભથ્થામાંથી કપાત કરી સરકારમાં જમા કરાવવાના પણ આદેશો કરાયા.
ધંધુકા તાલુકાના ખસ્તા ગામના તલાટી બી જે ભગોરાનો આર.ટી.આઈ માં માંગેલ માહિતી નહીં આપવા સબબ રૂપિયા 5000 દંડ રાજ્ય માહિતી કમિશ્નર ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળ્યા છે.
ગુજરાત માહિતી આયોગના રાજ્ય માહિતી કમિશ્નર દ્વારા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ખસ્તા ગામના તલાટી કમ મંત્રી બી જે ભગોરા ને રૂપિયા 5000 દંડ કર્યો હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે ધંધુકાના કલ્યાણસિંહ કે પરમાર દ્વારા તલાટી કમ મંત્રી પાસે આર.ટી.આઈ કરી માહિતી માગવામાં આવી હતી જે અંગે ના પ્રકરણમાં તલાટી કમ મંત્રી નો દંડ કરવાના હુકમ માહિતી કમિશ્નરે કર્યા હતા દંડની રકમ સમય મર્યાદામાં ન ભરે તો ધંધુકા તાલુકા વિકાસ અધિકારીએ તલાટી કમ મંત્રીના પગાર ભથ્થામાંથી કપાત કરી સરકારી તિજોરીમાં જમા કરાવવાના પણ આદેશો કરવામાં આવ્યા છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.