મકરબામાં ધંધો શરૂ કરી 18 વેપારી સાથે એક કરોડની ઠગાઈ: દિલ્હીનો રિટેલર ફરાર
અમદાવાદ : મકરબામાં ધંધો શરૂ કરી 18 વેપારીઓ સાથે એક કરોડની ઠગાઈ આચરી દિલ્હીનો રિટેલર ફરાર થઇ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપીઓએ શરૂઆતમાં માલની ખરીદી પેટે સમયસર પેમેન્ટ ચૂકવી હોલસેલરો વિશ્વાસ કેળવ્યો અને બાદમાં બાંકિંમ માલ લઈ ઠગાઈ કરી હતી. સરખેજ પોલીસે બનાવ અંગે ગુરુવારે રાત્રે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મકરબામાં રહેતા અને સિદ્ધાર્થ એન્ટરપ્રાઇસના નામે પ્લાસ્ટિક વસ્તુઓની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવતા સિધ્ધાર્થ મહેશભાઈ ટિબડેવાલે સરખેજ પોલીસ સ્ટેશનમાં આરોપી મોહિત વિજયકુમાર જૈન રહે, મૂળ દિલ્હી અને ઓર્ચીડ વ્હાઇટ ફિલ્ડ, મકરબા વિરૂધ્ધ ઠગાઈની ફરિયાદ કરી છે. જે મુજબ આરોપીએ પ્લાસ્ટિક સામાન અને કિચનની વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું હતું. આરોપી મોહિતે શરૂમાં માલસામાનની ખરીદી પેટે સમયસર પેમેન્ટ ચૂકવી બજારમાં શાખ જમાવી વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો હતો. મોહિતે બાદમાં ઉધાર માલ લેવાનું શરૂ કરી 18 વેપારીઓ પાસેથી લીધેલા માલ પેટે રૂ.91,89,55 4ની રકમ ચુકવવાની બાકી રાખી હતી. ફરિયાદી સહિતના વેપારીઓને આરોપી પૈસા ચૂકવવા અંગે વાયદા કરતો હતો. મોહિતના ભાઈઓ પણ શરૂમાં પેમેન્ટ ચૂકવવા અંગે વાત કરતા બાદમાં તેઓએ પણ મોહિત સાથે કોઈ સંબંધ ન હોવાનું જણાવી દીધું હતું. વેપારીઓને તેના ભાઈઓએ મોહિત પાસે પૈસાની ઉઘરાણી કરવા જણાવ્યું હતું. ઇજી તરફ મોહિત ગર અને ઓફિસ બંધ કરી ગાયબ થઈ ગયો હતો. બનાવ અંગે ફરિયાદી સહિતના વેપારીઓએ સરખેજ પોલીસ સ્ટેશનમાં રજુઆત કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.