Homeshop18ની ડીલરશીપ આપવાની લાલચ આપી 12 લાખની ઓનલાઈન ઠગાઈ - At This Time

Homeshop18ની ડીલરશીપ આપવાની લાલચ આપી 12 લાખની ઓનલાઈન ઠગાઈ


અમદાવાદ  : Homeshop18ની ડીલરશીપ આપવાની લાલચ આપી ઓઢવના ઓટો ગેરેજ સંચાલક સાથે રૂ. 12 લાખની ઓનલાઈન ઠગાઈ થયાની ફરિયાદ સાયબર સેલમાં ગુરુવારે નોંધાઈ છે. ઓલિસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઓઢવમાં માધવ ફાર્મ પાસે શ્રીધર ઉપવનમાં રહેતા હસમુખભાઈ રમણભાઈ પટેલ ઓટો ગેરેજ તેમજ સ્કૂલ બસ ચલાવી ગુજરાન ચલાવે છે. ગત ઓગષ્ટ, 2019માં હસમુખ પટેલ પર અજાણી વ્યક્તિનો ફોન આવ્યો તેને પોતાની ઓળખ હોમશોપ 18ના અધિકારી તરીકે આપી હતી. આ શખ્સે હોમશોપના ગ્રાહકોને સામાનની ડિલિવરી કરવા માટેની ડીલરશીપ આપવાની વાત કરી સારા નફાની લાલચ આપી હતી. ઓટોગેરેજમાં બરાબર આવક ન હોવાથી ઈન્કમનો સોર્સ ઉભો થતો હોય હસમુખભાઈ તૈયાર થયા હતા. આરોપીએ  ડિપોઝીટ, સામાનના, સામાનના ઈન્સ્યુરન્સ પેટે તેમજ સ્ટેઅફ લેવા જાહેર ખબર આપવા પેટે જેવી વાતો કરી હસમુખભાઈ પાસેથી કુલ્લે રૂ.11,77, 400ની રકમ સેરવી હતી. આરોપીએ હસમુખભાઈને ત્યાં ટેલી કોલર તેમજ એચઆર મેનેજર પણ બેસાડ્યો હતો. જોકે ડીલરશીપ લીધા બાદ કોઈ રકમ મળતી ન હોવાથી હસમુખભાઇને ફ્રોડ થયાની શંકા ગઈ હતી. આરોપી પાસે પૈસા પરત માંગ્યા પણ ચૂકવ્યા ન હતા. બનાવ અંગે સાયબર સેલે આરોપી વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.