લોયાધામ ખાતે કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો.
લોયાધામ ખાતે કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો.
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી.......
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી અંતર્ગત પરમ પૂજ્ય.સ.ગુ.શાસ્ત્રીશ્રી ધનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામમાં
તારીખ ૧૯-૮-૨૦૨૨ના રોજ નીજ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ અતિધામધૂમ અને દિવ્યરીતે ઉજવાયો.
યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત । અભ્યુથાનં ધર્મસ્ય તદાત્મનાં સૃજામ્યહ ॥ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ॥( ૪/૭-૮ )
જયારે જયારે ધર્મની હાની થાય છે ત્યારે ત્યારે ધર્મનું અભ્યુથાન કરવા,સાધુપુરૂષની રક્ષા કરવા અને દુષ્ટજનોનો નાશ કરવા યુગ યુગમાં જન્મ ધારણ કરું છું.
શ્રીમદ ભગવતગીતાજીનો આ સંદેશ મુમુક્ષુ જીવાત્મા માટે ભગવાનમાં વિશેષરીતે શ્રદ્ધા અને વિશ્વાસ પ્રગટ કરે છે. નિરાશ જીવનમાં એક અનેરી આશા પ્રગટ કરે છે..
આ ભાવના સાથે શ્રીકૃષ્ણજન્મોત્સવ ઉજવવા માટે શ્રીલોયાધામના આજુ બાજુ ના ગામના ભક્તજનો રાત્રે ૧૦:૦૦ કલાકે ભક્તિભાવ થી ઉમટી પડ્યા..
કૃષ્ણ ગોવાળોના ડ્રેસ કોડમાં આવેલા ભક્તજનો થર્મોકોલના કલાત્મક હિંડોળામાં બાલ પ્રભુ શ્રીકૃષ્ણની ઝૂલાવીને તથા
કીર્તનભક્તિ,રાસ અને મટકી ફોડ જેવા વિવિધ કાયક્રમોનો લાભ પ્રાપ્ત કરીને ખુબ જ ભાગ્યવંત બન્યા હતા..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.