*વિહળધામ, પાળિયાદ ખાતે કૃષ્ણ જન્મોત્સવ અને પૂજ્ય શ્રી નાથીબાઇ માઁ ની દેરી એ ધજા ચડાવી ભવ્ય ઉત્સવ ઉજવાયો* - At This Time

*વિહળધામ, પાળિયાદ ખાતે કૃષ્ણ જન્મોત્સવ અને પૂજ્ય શ્રી નાથીબાઇ માઁ ની દેરી એ ધજા ચડાવી ભવ્ય ઉત્સવ ઉજવાયો*


*વિહળધામ, પાળિયાદ ખાતે કૃષ્ણ જન્મોત્સવ અને પૂજ્ય શ્રી નાથીબાઇ માઁ ની દેરી એ ધજા ચડાવી ભવ્ય ઉત્સવ ઉજવાયો*
સૌરાષ્ટની પ્રખ્યાત દેહાણ પરંપરા ની જ વિખ્યાત પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા વિહળધામ ખાતે આઠમનાં પર્વ પર ગોકુળ અષ્ઠમી નિમિત્તે પ્રતિવર્ષ ખુબ મોટી શોભાયાત્રા સાથે મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ ઠાકર પરીવાર દ્વારા ધજા ચડાવવામા આવેલ... જગ્યાના આદ્ય સ્થાપક પરમ પૂજ્યશ્રી વિસામણ બાપુના દીકરીબા અને પૂજ્યશ્રી લક્ષમણજી બાપુના માતુશ્રી પૂજ્યશ્રી નાથીબાઈમાનાં દેવળે ગોકુળ અષ્ઠમી ના દિવસે છેલ્લા ૨૦૦ વર્ષથી જગ્યાના ગાદીપતિ દ્વારા ધ્વજારોહણ થાય છે એમજ આ વર્ષે પણ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબા , પૂજ્ય શ્રી ભયલુબાપુ , પૂજ્ય શ્રી ગાયત્રીબા , બાલઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ , પૂજ્ય શ્રી દિયાબા દ્વારા દેવળ પર ધ્વજા ચડાવવાનો ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો હતો *
આ શોભા યાત્રા રામકુંજ થી શરૂ થઇ પૂજ્ય બા શ્રી અને ઠાકર પરીવાર જગ્યા ના ગંગા જળ ના અવેડે થી ચરણામૃત લઈ પૂજ્ય શ્રી વિસામણબાપુ ના જન્મ સ્થળે પૂજ્ય બાપુ ના ચરણાવિંદ ના દર્શન કરી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી વિહળાનાથ ના તેમજ સર્વ ઠાકર ના સમધિસ્થાને દર્શન કરી ભીમ સ્વામી ની દેરી એ શ્રી ફળ વધેરી દર્શન કરી સવાર ના ૧૧ વાગ્યે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા ની શરૂઆત થઇ આ શોભાયાત્રા માં ઠાકરના સહુ સેવકો , નગરજનો , ધૂન મંડળી , ઢોલ , રાસ મંડળી સાથે વાજતે ગાજતે બગી ઘોડા સાથે વિહળ પરીવાર સેવક સમુદાય ના લાખો લોકો જોડાયા...
હિંદુ સનાતન ધર્મ સંસ્કૃતિના પવિત્ર પર્વ સાતમ આઠમ પર લોક મેળો યોજાયો હતો અને ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદ તેમજ ફરાળ ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી , લોક મુખે અને સંચાલક દ્વારા ખૂબજ મોટી સંખ્યા માં ભાવિક ભક્તો ઠાકર નો પ્રસાદ અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ઠાકર વિહળાનાથ ના દર્શન અને પુ.બા શ્રી તેમજ પૂજ્યશ્રી ભયલુબાપુ , પૂજ્ય બાળ ઠાકર પૃથ્વીરાજબાપુ અને ઠાકર પરીવાર ના આશીર્વાદ લીધેલ હતા...

*🙏જય વિહળાનાથ🙏*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.