ઋષિકેશમાં તમે અહિં રહી શકો છો ફ્રીમાં, માત્ર 30 રૂપિયામાં જમી શકો છો ભરપેટ
ફરવાની વાત એટલે દરેક લોકો રેડી જ હોય. દરેક લોકોને ફરવું ગમતુ હોય છે. રજાઓની મજા માણવા માટે અનેક પરિવારમાં લોકો જાતજાતના પ્રોગ્રામ ફરવા માટે બનાવતા હોય છે. આમ, જો તમે પણ ફરવાના શોખીન છો પરંતુ આ વખતે બજેટ ઓછુ છે તો આ પ્લેસ તમારા માટે સૌથી બેસ્ટ છે. તો આજે અમે વાત કરી રહ્યા છીએ ઋષિકેશની...ઋષિકેશ ફરવા માટે સૌથી બેસ્ટ છે. આ પ્લેસ પર ફરવાની મજા કંઇક અલગ જ આવે છે. અહિંયા તમે બહુ એન્જોય કરી શકો છો. આ સાથે જ તમે અહિંયા અનેક રાઇડ્સની મજા પણ માણી શકો છો. તો જાણી લો આ વિશે વધુમાં...
જ્યારે તમે ઋષિકેશ ટ્રિપનું પ્લાનિંગ કરો છો ત્યારે તમારે મોંધી રિસોર્ટ રાખવાની કોઇ જરૂર નથી. જો તમે બજેટમાં ટ્રિપનું પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છો તો તમે અહિંયા ફ્રીમાં પણ રહી શકો છો. આ સાથે જ તમે 50 રૂપિયાની અંદર તો ભરપેટ જમી પણ શકો છો. આ એક જગ્યા એવી છે જ્યાં તમે મનભરીને રહી શકો છો.
ઋષિકેશમાં તમે ગંગા નદીના કિનારે સ્થિત ગીતા ભવનમાં ફ્રીમાં રહી શકો છો. આ આશ્રમમાં લગભગ 100 રૂમો છે. દર વર્ષે અહિંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગીતા ભવનની અંદર એક મોટો હોલ પણ છે જ્યાં બેસીને તમે યોગા અને મંત્રનો જાપ પણ કરી શકો છો. આ સાથે જ સાંજના સમયે ગીતા ભવનની પાસે જ ગંગા આરતી પણ થાય છે. ગીતા ભવનમાં રહેનાર લોકોને ફ્રેશ જમવાનું મળે છે. અહિયાં તમને શાકાહારી ભોજન મળે છે.
તમને વાંચવાનો શોખ છે તો તમે ગીતા ભવનમાં ધાર્મિક અને આર્યુવેદિક દવાઓ સાથે જોડાયેલા કેટલાક પુસ્તકો પણ મળી રહેશે. આ જગ્યા પર તમે કલાકોના કલાકો સુધી વાંચી શકો છો. આ આશ્રમમાં આર્યુવેદિક ડિપાર્ટમેન્ટ પણ છે. આ સાથે જ ગીતા ભવનમાં તમે સત્સંગનો આનંદ પણ લઇ શકો છો. આમ, જો તમે ઋષિકેશનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ જગ્યા તમારા માટે સૌથી બેસ્ટ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.