1000 ગ્રામ-સ્તરના જન સાથીઓ સ્વતંત્રતા દિવસ પર ઈન્ડિયા એક્શન પ્રોજેક્ટમાં જોડાયા, સરકારની પ્રજાકલ્યાણની યોજનાનો અને નોકરીનો લાભ અપાવવા દેવદૂતની જેમ કાર્ય કરશે - At This Time

1000 ગ્રામ-સ્તરના જન સાથીઓ સ્વતંત્રતા દિવસ પર ઈન્ડિયા એક્શન પ્રોજેક્ટમાં જોડાયા, સરકારની પ્રજાકલ્યાણની યોજનાનો અને નોકરીનો લાભ અપાવવા દેવદૂતની જેમ કાર્ય કરશે


સમગ્ર ગુજરાતમાંથી 1000 ગ્રામ્ય-સ્તરના જન સાથીઓ સિવિક-ટેક સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક્શન પ્રોજેક્ટ (IAP)માં જોડાયા છે. જન સાથીઓ IAPની બહુભાષી જનસંબંધ એપ્લિકેશન દ્વારા તેમના ગામમાં લાયક નાગરિકોને જનકલ્યાણ યોજનાઓ અને નજીકની નોકરીઓને મેપ કરી કનેક્ટ કરવા માટે તાલીમ પામેલ છે. ઈન્ડિયા એક્શન પ્રોજેક્ટ (IAP) મીડિયા-ઉદ્યોગસાહસિક શ્રુતિ ચતુર્વેદી દ્વારા સ્થપાયેલી કંપની છે, જ્યાં ભારતીય યુવાઓનો સમૂહ ભારતની સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષમતાઓને ખોલવાના મિશન પર કાર્યરત છે. આ સ્ટાર્ટઅપ, ડેટા, ટેક્નોલોજી અને કોમ્યુનિકેશન મોડલ્સના અર્થપૂર્ણ ઉપયોગ દ્વારા ભારતના સૌથી મહત્ત્વના પડકારોને હલ કરવાનો હેતુ ધરાવે છે. દર વર્ષે, નબળા પ્રચાર અને યોજનાની જટિલ અરજીની પ્રક્રિયા જેવા અનેક કારણોને લીધે હજારો કરોડનું બિનઉપયોગી જન કલ્યાણ યોજનાનું બજેટ બિનખર્ચિત રહે છે. મોટા ભાગના નાગરિકો કલ્યાણકારી યોજનાઓથી અજાણ હોય છે અને જો તેઓ તેના માટે લાયક છે કે નહીં તેનો ખ્યાલ હોતો નથી. જન સાથીઓ મુખ્યત્વે એવા લોકો સાથે કામ કરે છે કે જ્યાં સાક્ષરતા અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની જાણકારી ખૂબ જ ન્યૂનતમ હોય છે. જન સંબધ કાર્યક્રમ, ગ્રામ્ય કક્ષાના જન સાથીઓ દ્વારા સંચાલિત, સરકારી યોજનાઓ વિશે જાગૃતતા વધારવા અને લોકોને અરજી પ્રક્રિયામાં મદદ કરવા માટે રચાયેલ છે - જેમાં જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા અને જાહેર અધિકારીઓ સાથે ફોલોઅપનો સમાવેશ થાય છે.

જન સાથીઓને IAP ની જન સંબંધ એપનો ઉપયોગ કરીને નજીકના વિસ્તારોમાં તેમના ગામના સંબંધિત લોકો સાથે કોઈ પણ નોકરીની શરૂઆતને મેચ કરવા અને સૂચિત કરવા માટે પણ તાલીમ આપવામાં આવી છે. હાલમાં, બનાસકાંઠા અને કચ્છ સહિત ગુજરાતના 1,000 ગામડાઓમાં જન સાથીઓ સક્રિય છે. તેઓએ 2,900 થી વધુ કૃષિ કરતા ખેડૂતો, કચ્છના નાના રણ (LRK)ના મીઠું પકવતા ખેડૂતો અને નાના અને મધ્યમ કદના વેપારીઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ માટે અરજી કરવામાં મદદ કરી છે. તેઓએ બનાસકાંઠાના વિવિધ ગામોની 200 મહિલાઓને મનરેગા કાર્ડ માટે અરજી કરવામાં પણ મદદ કરી છે જેથી તેઓ મનરેગા યોજના હેઠળ રોજગાર મેળવી શકે.

ઈન્ડિયા એક્શન પ્રોજેક્ટના સ્થાપક શ્રુતિ ચતુર્વેદી કહે છે કે, હું માનું છું કે જો દરેક ભારતીયને તેમના વિસ્તારની નજીક કાર્યરત સંસ્થાઓ દ્વારા સરકાર અને CSR દ્વારા નક્કી કરાયેલા તેમના યોગ્ય લાભો મળે તો ભારતની મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ થઈ શકે છે. અમે એ જ ગામના સભ્યોને અમારા જન સાથી કાર્યક્રમમાં સામેલ કર્યાં છે અને તેમના ગામમાં લોકોને મદદ કરવા માટે જરૂરી સાધનો અને માહિતીથી સજ્જ કરવા માટે ઘણી પાયાથી કામ કરતી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી રહ્યા છીએ. અમારા જન સાથીઓ ગ્રામીણ ભારતમાં અમારા ભાગીદારો માટે ઉત્તમ કાર્યો કરે છે કારણ કે તેઓ સ્થાનિક નિવાસી, જાગૃત અને પ્રશિક્ષિત છે. આ ભાગીદારી અમારા જન સાથીઓને તેમના ગામના લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાની પ્રતિબદ્ધતા માટે પ્રોત્સાહિત કરે છે”


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.