જનમાષ્ટી દીન મલેકપુર હનુમાનજી મંદિર ભકતોનુ ઘોડાપુર
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે આવેલુ હનુમાન દાદાનુ મંદિરને જન્માષ્ટમીના દીવસે ભકતોનુ ઘોડાપુર જોવા મલ્યુ હતુ.આમ મલેકપુરમાં આવેલ સુપ્રસિદ્ધ હનુમાનજીનું મંદિરને આઠમ દિવસ અહી દરવર્ષ મોટી સંખ્યામાં મેળો ભરાય છે.અને આ મેળામાં દુર દુર સુધી આજુબાજુના ગામના ભક્તો
હનુમાન દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે.જયારે આ મેળામાં મોટિ સંખ્યામાં દુર દુર સુધી દુકાનોની હારમાળા પણ જોવા મલી હતી.જયારે આ મેળામાં કોઈ અઘટિત ઘટના ના બને તે માટે પોલીસ દ્રારા સતત ખડેપગે પગ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ હતુ.જયારે શ્રાવણના છેલ્લા શનિવારે અને મંગળવારે હનુમાનજીના મંદિરે પણ મોટી સંખ્યામાં ભકતો પણ દર્શન કરવા આવતા હોય છે અને મેળા જેવો માહોલ જોવા મલતો હોય છે.
આમ મલેકપુર પંથકમાં આવેલ સુપ્રસિદ્ધ હનુમાનજીના મંદીર આજરોજ જન્માષ્ટમી ના દીવસે આ મંદીર ખાતે મેળો ભરાયો હતો અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવામાં માટે ઉમટયા હતા.જ્યારે બીજુ બાજુ મેઘરાજાએ પણ વિરામ લેતા ભકતજનોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મલયો હતો. .
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.