રાજકોટમાં આઈકાર્ડ દેખાડવા મામલે બોલાચાલી થઇ, સમન્સ પાઠવતા પોલીસે સ્વીકાર ન કર્યો
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે 5 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રેસકોર્સ રિંગરોડ ફરતા રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ દરમિયાન આજે મેયર બંગલા નજીક ખાનગી વાહનમાં જતા GST અધિકારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું અને GST અધિકારીએ સમસન્સ પાઠવતા મામલો ગરમાયો હતો અને રોડ પર પડેલી અધિકારીની કાર ટ્રાફિક પોલીસે ટોઇંગ કરી દીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.