રાજકોટમાં 5 દિવસમાં 10 લાખ લોકો માણશે લોકમેળો, દૈનિક 5 કરોડનું ટર્નઓવર, સરકારને આશરે અઢી કરોડની આવક
સૌરાષ્ટ્રના પ્રખ્યાત રાજકોટમાં યોજાતા લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે સારા વરસાદથી ખેડૂતો સહિત તમામ લોકોમાં ધંધા-રોજગાર ધમધમવાની આશા જાગી છે. જેને પગલે રાજકોટના મેળાને મહાલવા આ વર્ષે પાંચ દિવસ દરમિયાન 10-12 લાખ લોકો ઉમટી પડશે તેવો રાજકોટ જીલ્લા લોકમેળા સમિતિ દ્વાર દાવો કરવામાં આવ્યો છે. લોકમેળો લૂંટ મેળો ન બને તે માટે લોકમેળાની યાંત્રિક રાઈડ્સના ટીકીટના દરમાં કોઇ પણ જાતનો વધારો કરવામાં આવેલ નથી. વહીવટી તંત્ર દ્વારા અગાઉ રાઈડ્સ માટે જે રુા. 20 અને 30ની ટીકીટનો દર નિયત રખાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.