સુરત જિલ્લાના 720 ગામોના 3.96 લાખ ઘરોમાં નળ જોડાણ થઇગયા
- સુરત
100 ટકા નળ
જોડાણ ધરાવતો જિલ્લો બન્યો સુરતસુરત
જિલ્લાના નવ તાલુકાના ૭૨૦ ગામોના ૩.૯૬ લાખ ઘરોમાં ઘર આંગણે ૧૦૦ ટકા નળ કનેકશન જોડાણ
ધરાવતો જિલ્લો બની ગયો છે. જેના કારણે બેડા વડે પાણી લેવાનુ કાર્ય હવે ભુતકાળ બની જશે.
દેશના
તમામ નાગરિકોને આગામી પાંચ વર્ષમાં ઘરે ઘરે શુદ્ર પાણી ઉપલબ્ધ કરાવવા માટેની
કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. આ કામગીરી હેઠળ સુરત જિલ્લામાં ૩.૯૬ લાખ ઘરોની
સામે ૩.૪૬ લાખ ઘરોમાં નળ જોડાણની સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ ૫૦,૨૩૫ ઘરોમાં જોડાણ બાકી
હતુ. જે હવે પૂર્ણ થઇ જતા જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યુ હતુ કે સુરત જિલ્લાના નવ
તાલુકાના ૭૨૦ ગામોમાં તમામ ઘરોને ઘર આંગણે નળથી શુદ્ર પીવાનુ પાણી મળવાનું ચાલુ થઇ
ગયુ છે. જેના કારણે બેડા વડે પાણી ભરવા જવુ આ કાર્ય સુરત જિલ્લામાં ભુતકાળ બની
જશે. સુરત જિલ્લામાં ૩.૯૬ લાખ ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ થતા ૭૬ માં
સ્વતંત્રદિને સુરત જિલ્લો ૧૦૦ ટકા નળ કનેકશન સુવિધાવાળો જિલ્લો બન્યાની સિદ્વી
હાંસિલ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.