સુરતમાં કોરોનાના નવા 28 કેસ સામે 51 ને રજા અપાઈ - At This Time

સુરતમાં કોરોનાના નવા 28 કેસ સામે 51 ને રજા અપાઈ


- સિટી અને ગ્રામ્યમાં એક્ટીવ કેસ 241 થયા - ચાર દિવસ બાદ સ્વાઈન ફ્લુમાં વધુ એક કેસ નોંધાયો સુરત, : સુરત સિટીમાં નવા 16 કેસ અને ગ્રામ્યમાં નવા 12 કેસ સાથે કુલ 28 કેસ વીતેલા 24 કલાકમાં નોંધાયા હતા. જયારે તેની સામે સિટી અને ગ્રામ્યમાં કુલ 51 ને રજા અપાઈ હતી.ચાર દિવસ બાદ સ્વાઈન ફ્લુમાં પણ વધુ એક કેસ નોંધાયો છે.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ બુધવારે સિટીમાં નવા 16 કેસ નોંધાયા હતા. સુરત સિટીમાં હાલ કોરોનાના 144 એક્ટીવ કેસ છે અને તે પૈકી 4 હોસ્પિટલમાં દાખલ છે. સિટીમાં આજરોજ 32 દર્દીને રજા આપવામાં આવી હતી.સુરત ગ્રામ્યમાં આજે નવા 12 કેસ નોંધાયા હતા. જયારે 19 દર્દીને રજા આપવામાં આવતા કુલ 51 દર્દીને રજા આપવામાં આવી હતી. ગ્રામ્યમાં એક્ટીવ કેસ 97 છે.સિટી અને ગ્રામ્યમાં એક્ટીવ કેસ કુલ 241 થયા છે. આ તરફ ચાર દિવસ બાદ સ્વાઈન ફ્લુમાં પણ વધુ એક કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 96 થઈ છે.ઉલ્લેખનીય છે કે સ્વાઈન ફ્લુમાં અત્યાર સુધીમાં પાંચ દર્દી મોતને ભેટ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.