સદાદ ગામે ઉંટેશ્વર મહાદેવ મંદિરે આજે લોકમેળો યોજાશે - At This Time

સદાદ ગામે ઉંટેશ્વર મહાદેવ મંદિરે આજે લોકમેળો યોજાશે


- શ્રાવણ વદ આઠમે રાજવી કરણસિંહજીએ શિવજીની પ્રતિષ્ઠા કરી હતી સુરેન્દ્રનગર : લખતરથી ૬ કિ.મી દુર સદાદ ગામ પાસે ૧૩૭ વર્ષ પુરાણુ આસ્થાના પ્રતિક સમુ ઉત્કંઠેશ્વર (ઉટેશ્વર) મહાદેવનુ શિવાયલ આવેલુ છે. તેના સ્થાપના પાછળની કથા એવી છે કે લખતરની ઉત્તર દિશાએ ભુત પરિવારના મોરારભા ખોડુભા બાપદાદાનું ૧૬ વીઘાનું ખેતર છે. મોરારભા ચોમાસા પુર્વે હળથી ખેતર ખેડતા હતા, ત્યારે એક જગ્યાએ હળ અટકી ગયુ સાતી બળદ ઉભા રહી ગયા. તેમણે કોદાળી વડે ખોદતા મોટા પથ્થર હતો તે કાઢી નાખ્યો અને હળ ચાલવવાનું ત્રણ ચાર વખત આવુ બન્યા બાદ એક રાત્રે મોરારભા સુતા હતા તે દરમિયાન વહેલી સવારે સ્વપ્નમાં સ્વયં મહાદેવ દેખાયા તેમને કહ્યુ કે તારા ખેતરમાં હળ જ્યાં રોકાય છે ત્યાં મારા શિવલિંગ છે. મારે તે જગ્યા ઉપર પ્રગટ થવુ છે. ત્યાં મારા શિવલિંગની પૂજા કરાવજો સૌનુ કલ્યાણ થશે. આટલુ કહીંને ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા. મોરારભાની આંખ ખુલી ગઈ અને વહેલી સવારે સવારનુ સ્વપ્ન સાચુ હોય તેમ માનીને લખતરના ભૂત પરિવારોને ભેગા કરી વાત કરી સૌએ લખતરના પ્રજાવત્સલ રાજવી કરણસિંહજીને જાણ કરવાનું નક્કી કર્યુ. મોરારભાની આગેવાની ધરમશીભાઈ, અમરશીભાઈ, ખુશાલભાઈ, કાનજીભાઈ, ભાવજીભાઈ, બોઘાભાઈ, જેઠાભાઈ ૫૦ વડીલો લખતર રાજવીને મળવા માટે દરબાર ગઢમાં ગયા હતા.આ સમય ઈ.સ. ૧૮૮૫ અને વિક્રમ સંવત ૧૯૪૧ નો હતો. લખતર સ્ટેટના ૨૪ ગામ અને થાન સ્ટેટના ૨૪ ગામના ધણી કરણસિંહજી બાપૂ અતિથી ખંડમાં આ પટેલ આગેવાનોને મળ્યા.  સ્વપ્નની વાત જાણી શુકલજીને બોલાવ્યા પંચાંગ મુજબ શિવજીની પ્રતીષ્ઠાનું મુહૂર્ત સંવત ૧૯૪૧ શ્રાવણ વદ આઠમને બુધવાર તા ૨૪-૮-૧૮૮૫ નક્કી કરી ભગવાન શિવની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તે દિવસે ચંદ્ર રાશિ પ્રમાણે વૃષભ રાશિ આવતી હોય ઉત્કંઠેશ્વર મહાદેવ નામાભીધાન થયુ હતુ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.