સરદાર સરોવરમાં હાઈ એલર્ટ સમાન ક્ષમતાના 90% જેટલું પાણી ભરાયું - At This Time

સરદાર સરોવરમાં હાઈ એલર્ટ સમાન ક્ષમતાના 90% જેટલું પાણી ભરાયું


- સરદાર સરોવર ડેમનું ફુલ રિઝર્વીયલ લેવલ (frl) 138.68 મીટર છે, ગુરૂવારે બપોરે પાણીની સપાટી 135.65 મીટરે પહોંચી નર્મદા, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવારગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 90% ભરાયો.. ડેમને હાઈ એલર્ટ પર મુકવામા આવ્યો છે...ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમ પોતાની સંપૂર્ણ જળ સંગ્રહ ક્ષમતાના 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. ડેમની જળ સપાટી 135.65 મીટરના પોઈન્ટ પર પહોંચી છે જે હાઈ એલર્ટ સ્ટેજ ગણાય છે.  સરદાર સરોવર ડેમનું ફુલ રિઝર્વીયલ લેવલ (frl) 138.68 મીટર છે. તે સ્તરે જળાશયમાં 9,460 mcm પાણી સંગ્રહ થાય છે અને તે સંપૂર્ણપણે ભરાઈ જાય છે. ગુરૂવારે બપોરના સમયે ડેમમાં 135.65 મીટર પાણી ભરેલું હતું જે 8,514 mcm કહી શકાય. આમ ડેમમાં હાલ તેની સંપૂર્ણ ક્ષમતાના 90 ટકા જેટલું પાણી સંગ્રહિત થયું છે. ગુરૂવારે બપોરે 03:0 કલાકે સરદાર સરોવર ડેમની સપાટી 135.68 મીટર હતી અને ડેમમાં પાણીનું ગ્રોસ સ્ટોરેજ 8,514 MCM હતું. જો ડેમ પોતાની સંપૂર્ણ સપાટી 138.68 મીટરે ભરાય તો ગ્રોસ સ્ટોરેજ 9,460 MCM  થાય છે.નદીમાં પાણીની જાવકહાલ ડેમના દરવાજાઓ ખોલીને 5,00,000 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે રીવર બેડ પાવર હાઉસ (RBPH) દ્વારા 44,568 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ નદીમાં પાણીની કુલ જાવક 5,44,568 ક્યુસેક છે. ઉપરાંત કેનાલ હેડ પાવરહાઉસ મારફતે કેનાલમાં 18,114 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ સાથે જ પાણીની કુલ જાવક 5,62,682 ક્યુસેક ( દરવાજા + RBPH + CHPH ) થાય છે. આ પણ વાંચો- સરદાર સરોવરમાંથી ૫.૪૪ લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.