સાવલી-વડોદરા ડ્રગ્સ કેસમાં વધુ ચાર લોકોની ધરપકડ
અમદાવાદ,તા. 18 ઓગસ્ટ 2022, બુધવાર વડોદરાના સાવલી નજીક મોક્ષી ગામમાં એમડી ડ્રગ્સ (MD Drugs) બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. ગુજરાત ATS-ભરૂચ-વડોદરા SOGના સંયુક્ત ઓપરેશનમાં ફેક્ટરીમાં દરોડા પાડીને કુલ 225 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતુ,જેની કિંમત 1125.265 કરોડ આંકવામાં આવી રહી છે. આ સિવાય 14 લાખ રોકડ પણ કબ્જે કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં હવે વધુ 4 લોકોની ધરપકડ પોલિસ દ્વારા કરવામાં આવી છે.વધુ ચાર આરોપીઓની ધરપકડ ગુરૂવારના અહેવાલ અનુસાર આ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામા સાંડોવાયેલ બીજા આરોપીઓને શોધવા ATSના અધિકારીઓની જુદી જુદી ટીમે તપાસ કરી ધરપકડની કાર્યવાહી કરી છે. આજે પકડાયેલા આરોપીઓ દિલીપ ઉર્ફે દીપક લાલજીભાઇ વઘાસીયા, દિનેશભાઇ ઉર્ફે દિનીયો આલાભાઇ ધ્રુવ અને રાકેશ ઉર્ફ રાકો નરસીભાઇ નકાણી નામના આરોપીઓને ATSની ટીમે 17 ઓગસ્ટના રોજ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલાં પણ અન્ય ચાર આરોપીઓની ATSની ટીમે ધરપકડ કરી હતી. હાલ, પકડાયેલ આરોપીઓ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતા. તેઓએ ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન (MD) કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચ્યો છે? આ માટે તેમને નાણા કઇ રીતે મળતા હતા, તેમજ નાર્કોટિક્સ ડ્રગ્સ કાર્ટેલમાં અન્ય કઇ વ્યક્તિઓ સામેલ છે તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.આ પણ વાંચો: સાવલીમાંથી ઝડપાયેલા રૂ. 1125 કરોડના 225 કિલો MD ડ્રગ્સ કેસમાં ચાર લોકોની ધરપકડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.