અંબાજી નજીક ભારે વરસાદના પગલે વિરમવેરી ગામમાં તળાવ તૂટવાથી ધરેડા દાંતા જવાનો માર્ગ પણ તુટ્યો.. - At This Time

અંબાજી નજીક ભારે વરસાદના પગલે વિરમવેરી ગામમાં તળાવ તૂટવાથી ધરેડા દાંતા જવાનો માર્ગ પણ તુટ્યો..


અંબાજી નજીક ભારે વરસાદના પગલે વિરમવેરી ગામમાં તળાવ તૂટવાથી ધરેડા દાંતા જવાનો માર્ગ પણ તુટ્યો..

*દાંતા તાલુકામાં વરસાદના પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, અંબાજી વિસ્તારમાં જળબંબાકાર*

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદના પગલે અંબાજી નજીક સેમ્બલપાણી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ વિરમવેરી ગામે વિરમવેરી પ્રાથમિક શાળા નજીક આવેલ તળાવ ઓવરફ્લો થતા તળાવ તૂટ્યો હતો આ તળાવ તૂટવાના લીધે ધરેડા દાંતા જવાનો માર્ગ પણ વરસાદી પાણી અને તળાવના પાણીથી તૂટવાની ઘટના બની હતી આ માર્ગ ધરેડા દાંતાને જોડતો માર્ગ હતો માર્ગ તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો હતો એટલું જ નહીં તળાવ તૂટતા નીચાણવાળા વિસ્તારોમાં ખેડૂતોના પાકનું પણ ધોવાણ થયું હતું હતું નીચાણવાળા વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું ગ્રામ પંચાયતના સરપંચના જણાવ્યા પ્રમાણે જે ભારે વરસાદ ખાબકી રહ્યો છે આ વરસાદના પગલે સેમ્બલપાણી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ વિરમવેરી ગામનો તળાવ તૂટવાની ઘટના બની હતી આ તળાવ તૂટતા ધરેડા દાંતાને જોડતો મુખ્ય માર્ગ તૂટ્યો હતો જેને લઇ વાહન વ્યવહાર ખોરવાયો હતો સાથે જ ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે વિરમવેરી, નાઈવાડા ગામના ખેડૂતોનો પાક ધોવાણ થતા સરકાર દ્વારા તપાસ કરી ખેડૂતોને પાકને થયેલ નુકસાનનું વળતર આપવામાં આવે અને ખેડૂતોને મદદ રૂપ થાય તેવી માંગ ઉઠી છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે આ વરસાદના પગલે દાંતા વિસ્તારના નિચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે વરસાદે અંબાજી દાંતા અને વિવિધ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે જ્યારે તંત્ર દ્વારા પણ લોકોને તકેદારી લેવા સૂચનાઓ આપી છે...

રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.