જન્માષ્ટમી નિમિત્તે બોટાદ-સુરેન્દ્રનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
જન્માષ્ટમી નિમિત્તે બોટાદ-સુરેન્દ્રનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
જન્માષ્ટમી નિમિત્તે યાત્રિયોની સુવિધા માટે બોટાદ-સુરેન્દ્રનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
વઢવાણ શહેરમાં દર વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ 18. 8. 2022 થી 21. 08. 2022 દરમિયાન બોટાદ - સુરેન્દ્રનગર વચ્ચે "જન્માષ્ટમી સ્પેશિયલ પેસેન્જર ટ્રેન" ચલાવવાનું નક્કી કર્યું છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો નીચે મુજબ બોટાદથી સુરેન્દ્રનગર જતી બોટાદ - સુરેન્દ્રનગર પેસેન્જર ટ્રેન (09580) 18. 08. 2022 થી 21. 08. 2022 સુધી બોટાદ સ્ટેશનથી 21. 30 વાગ્યે ઉપડશે અને 23. 00 વાગ્યે સુરેન્દ્રનગર જંકશન પહોંચશે. તેવી જ રીતે સુરેન્દ્રનગરથી બોટાદ જતી સુરેન્દ્રનગર · બોટાદ પેસેન્જર ટ્રેન (09579) 19. 08. 2022 થી 21. 08. 2022 સુધી સુરેન્દ્રનગર જંકશનથી 00. 15 વાગ્યે ઉપડશે અને 01. 55 વાગ્યે બોટાદ સ્ટેશન પહોંચશે. છે: -
આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં કુંડલી, રાણપુર, વેજલકા, ચુડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર અને સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનો પર ઉભી રહેશે.
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.