આઠ વર્ષની બાળકીની જાતીય છેડતી કેસમાં આરોપીને 20 વર્ષની સજા - At This Time

આઠ વર્ષની બાળકીની જાતીય છેડતી કેસમાં આરોપીને 20 વર્ષની સજા


- પોક્સો કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો મહત્વનો ચુકાદોઅમદાવાદ,તા.17 ઓગષ્ટ 2022,બુધવારમાત્ર આઠ વર્ષની બાળકીના ગુપ્તાંગમાં આંગળીઓ નાંખી ગંભીર જાતીય છેડછાડના પોક્સો કેસમાં અત્રેની અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી કાકા અવધેશ ઉર્ફે બુધવા ગીરધારી નિષાદને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫૦ હજાર દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પાંચમા એડિશનલ સેશન્સ જજ એ. એચ સીબીયાએ ભોગ બનનાર બાળકીની જુબાની અને નિવેદનના આધારે આરોપીને ૨૦ વર્ષની આકરી સજા ફટકારી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીના અત્યંત ઘૃણાસ્પદ કૃત્યની પણ ગંભીર આલોચના કરી હતી.કોર્ટે ભોગ બનનાર બાળકીના નિવેદન અને જુબાનીના આધારે આરોપીને આકરી સજા ફટકારી, ૫૦ હજાર દંડગત તા.૭-૫-૨૦૨૦ના રોજ સીંગરવા ખાતે ફરિયાદીના મકાનમાં  તેમની આઠ વર્ષની બાળકી સંડાસમાં ગઇ ત્યારે આરોપી અવધેશ ઉર્ફે બુધવા રાજકારણ ગીરધારી નિષાદે તેણીને મોટુ પતલુ કાર્ટનું બતાવવાની  લાલચ આપી ફોસલાવી તેણીના ગુપ્તાંગમાં આંગળીઓ નાંખી તેણીની સાથે દુષ્કર્મનો હીન પ્રયાસ કર્યો હતો. આરોપી વિરૂધ્ધ ઇપીકો કલમ-૩૭૬(એબી) તથા પોક્સો એકટની કલમ-૩(એ),૪,૫(એમ), ૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે બનાવના પાંચ દિવસ બાદ આરોપી અવધેશની ધરપકડ કરી લીધી હતી અને તેની વિરૂધ્ધ જૂલાઇ-૨૦૨૦માં ચાર્જશીટ દાખલ કરી દીધુ હતું. ચકચારભર્યા આ કેસમાં સરકારપક્ષ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર પ્રવીણભાઇ ત્રિવેદીએ ૧૫થી વધુ સાક્ષી તપાસ્યા હતા અને ૨૪થી વધુ દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આરોપી અવધેશ ઉર્ફે બુધવા નિષાદને સખતમાં સખત સજા ફટકારવા અંગેની દલીલો કરતાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર પ્રવીણભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપી અવધેશ સગપણમાં ભોગ બનનાર બાળકીનો કૌટુંબિક કાકો થાય છે, તેમછતાં તેણે કાકા-ભત્રીજીના સંબંધો લજવાય તે પ્રકારે અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું છે. ભોગ બનનાર બાળકીને તેના કપડાં ઓળખી બતાવ્યા છે. આ કેસમાં ભોગ બનનાર બાળકીનું નિવેદન અને તેની જુબાની જ સૌથી મોટો પુરાવો છે. આરોપીના અત્યંત ઘૃણાસ્પદ અને ગંભીર ગુનાને કોર્ટે સહેજપણ હળવાશથી લેવો જોઇએ નહી અને તેને સમાજમાં દાખલો બેસે તે પ્રકારે સખતમાં સખત સજા કરવી જોઇએ. દરમ્યાન બચાવપક્ષ તરફથી અદાલતને વિનંતી કરાઇ હતી કે, આરોપી માત્ર ૨૦ વર્ષની નાની ઉમંર ધરાવે છે, તેને ધ્યાનમાં રાખીને કોર્ટે સજા કરવી જોઇએ. આરોપી વિરૂધ્ધ બીજા કોઇ મહત્વના પુરાવા સામે આવ્યા નથી અને કેસના સાહેદો પણ ફરી ગયા છે, તેથી કોર્ટે તે બાબતો પણ ધ્યાને લેવી જોઇએ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.