ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર કરવા માંગણી - At This Time

ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર કરવા માંગણી


- હાઇકોર્ટ એડવોકેટ્સ એસો.નો રાજયપાલને પત્રઅમદાવાદ,તા.17 ઓગષ્ટ 2022,બુધવારગુજરાત હાઇકોર્ટની કોર્ટ પ્રોસીડીંગ્સ ચલાવવા માટે અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષાને પણ સમાવિષ્ટ કરવા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશને ગુજરાતના રાજયપાલને એક પત્ર પાઠવી માંગણી કરી છે. એસોસીએશન તરફથી ભારતીય બંધારણની કલમ-૩૪૮(૨) હેઠળ ગુજરાતી ભાષાને હાઇકોર્ટની સત્તાવાર ભાષા બનાવવા પણ માંગણી કરવામાં આવી છે. રાજયમાં કેટલાય લોકો એવા છે કે જેમને અંગ્રેજી નથી આવડતુ, લોકોને કેસની ખબર પડવી જોઇએગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસીએશન દ્વારા રાજયપાલને ઉદ્દેશીને પાઠવાયેલા પત્રમાં એવી રજૂઆત કરાઇ છે કે, ભૂતકાળમાં રાષ્ટ્રપતિએ મંજૂરી આપેલી છે કે બંધારણની જોગવાઈ મુજબ રાજ્યપાલને સત્તા છે કે, રાજ્યમાં સરકારી કામકાજના હેતુ માટે સત્તાવાર રીતે તેઓ હિન્દી કે અન્ય કોઈપણ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. જેમાં, હાઈકોર્ટની કામગીરીનો પણ સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટ રૂલ્સ-૧૯૯૩ના વિવિધ નિયમોના લીધે પક્ષકાર કે વકીલોએ કેસ સાથે સંકળાયેલા વિવિધ દસ્તાવેજ કે જે ગુજરાતીમાં હોય તેને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને રજૂ કરવા પડે છે. જેના લીધે નાણાં અને સમયનો વ્યય થાય છે. દરેક અરજદાર કે વકીલને અરજી દીઠ રૂ. ૧૦ થી ૧૫ હજારનો વધુ ખર્ચ ભોગવવો પડે છે. બંધારણના આટકલ ૩૪૮ હેઠળ ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. જેના લીધે કોઈ પાર્ટી ઈન પર્સન હાઈકોર્ટમાં ગુજરાતીમાં રજૂઆત કરવા ઇચ્છે તો તેને મંજૂરી અપાતી નથી. ગુજરાત હાઈકોર્ટ રૂલ્સ-૧૯૯૩ના રૂલ ૩૭ મુજબ પાર્ટી ઈન પર્સનને હાઈકોર્ટમાં ગુજરાતીમાં રજૂઆત કરવાની મંજૂરી મળેલી છે. જો કે, બંધારણના આટકલ સાથે તેનો ટકરાવ થાય છે. એસોસીએશને પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો કે, દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. જો કે, હજુ પણ હાઈકોર્ટમાં અંગ્રેજીને જ સત્તાવાર ભાષા તરીકે માન્યતા છે અને હાઈકોર્ટની કામગીરી અંગ્રેજી ભાષામાં ચલાવવામાં આવે છે. રાજ્યમાં હાલ પણ અનેક લોકો એવા છે કે જેમને અંગ્રેજી ભાષા આવડતી કે સમજાતી નથી. આ સંજોગોમાં જ્યારે તેમના કેસ હાઈકોર્ટમાં ચાલે છે, ત્યારે કોર્ટમાં શું થયુ તે અંગે તેમને કંઈ સમજ પડતી નથી. જેથી, ન્યાયના હિતમાં અને લોકોનો પણ હક છે કે હાઈકોર્ટમાં તેમનો જે કેસ ચાલે છે, તેમાં શું થયુ તેની તેમને સાચી જાણ થાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.