વડોદરામાં મેઘો અવિરત ચાલુ : દેવ ડેમના 3 દરવાજા ખોલાયા - At This Time

વડોદરામાં મેઘો અવિરત ચાલુ : દેવ ડેમના 3 દરવાજા ખોલાયા


- વાઘોડિયા અને ડભોઇ તાલુકાના નદી કાંઠાના ગામો એલર્ટ કરાયાવડોદરા,તા.17 ઓગષ્ટ 2022,બુધવારવડોદરા શહેર અને જિલ્લામાં વરસાદનું જોર હજી ચાલુ છે. આજે પણ સૂર્યદેવના દર્શન દુર્લભ બન્યા હતા. દરમિયાન દેવ ડેમના ત્રણ દરવાજા આંશિક ખોલીને નદીમાં ૨૮૯૪ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરાતા વાઘોડિયા અને ડભોઇ તાલુકાના દેવ કાંઠાના ગામોને સાવધ કરાયા છે.હાલોલ તાલુકામાં દેવ ડેમના ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવકને અનુલક્ષીને રૂલ લેવલ જાળવવા દેવ ડેમના ગેટ નં.૪/૫/૬ ને 0.૩૦ મીટર ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ ખાતે જળ સપાટી ૮૮.૩૨ મીટર છે અને હાલમાં ૨૮૯૪.૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.આ બાબતની જાણ ડેમ સત્તાવાળાઓ દ્વારા વાઘોડિયા અને ડભોઇ નિયંત્રણ કક્ષોને કરવામાં આવી છે અને આ બંને તાલુકાઓના દેવ કાંઠાના ગામોના લોકોને સાવધ રહેવા,નદી કાંઠે ન જવા અને રોકાણ ન કરવા તથા નીચાણવાળા વિસ્તારોમાં થી જરૂર જણાયે ઊંચા સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.