ગુજરાતમાં સરદાર સરોવર ડેમ સહિત 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ - At This Time

ગુજરાતમાં સરદાર સરોવર ડેમ સહિત 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ


અમદાવાદ, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારગુજરાતમાં 75 ટકા કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે ત્યારે રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને કુલ 207 જળાશયોમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,86,059 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ, તા. 17 ઓગષ્ટ 2022 સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં 3,98,247 MCFT એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 71.35 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.આ ઉપરાંત રાજ્યમાં 49 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે સરદાર સરોવર સહીત 63 જળાશયોમાં 70થી 100 ટકા, 27 જળાશયોમાં 50થી 70 ટકા, 36 જળાશયોમાં 25થી 50 ટકા અને 31 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 48  જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 30 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 16 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 17 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.વધુ વાંચો : ધરોઈ ડેમની જળસપાટી વધીને 616.76 ફૂટ પર પહોંચી, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.