અમૃત મહોત્સવ પ્રસંગે પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા અભિવાદન
ભાવનગર અમૃત મહોત્સવ પ્રસંગે પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા અભિવાદન
શિશુવિહાર સંસ્થાનાં ૭૫ મુ સ્વાતંત્ર્ય પર્વનું સમાપન અનોખી રીતે થયું. ગત વર્ષે સંસ્થાનાં કાર્યકરો દ્વારા સેવા શિક્ષણની ૧૭૫ પ્રવૃતિ થકી ૧.૭૫.૦૦૦ નાગરિકોને સેવા શિક્ષણનાં કાર્યક્રમોમાં જોડવાના સંકલ્પની પૂર્તિ કરતા એક અનોખું દસ્તાવેજી પ્રદર્શન યોજાયું. સાથોસાથ 'સ્વચ્છ ભારત' અભિયાનમાં સક્રિય સહયોગ આપતાં સંસ્થાએ શ્રમિક બહેનોના રૂ ૭.૨૫૦૦૦./- ની રોજી આપી તૈયાર કરેલ ૭૫.૦૦૦ કાપડ બેગ તૈયાર કરી શહેરનાં અનેક ઘરો સુધી પહોંચાડી છે.સ્વાતંત્ર્ય પ્રસંગે સવારે ધ્વજવંદન , તો નમતી સાંજે ક્રીડાગણનાં વિધાર્થીઓ તેમજ વર્ષ ૧૯૫૩ થી કાર્યાન્વિત સંસ્થાનાં રંગમંચ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરતા કલાકારોની સુંદર પ્રસ્તુતિ રહી હતી. શિશુવિહાર સંસ્થાનાં તાલિમાર્થિઓ તેનાં વાલીઓ તથા ટ્રસ્ટીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રાષ્ટ્રીય વંદના કાર્યક્રમ મોડી સાંજે સમૂહ ભોજન બાદ સંપન્ન થયેલ કાર્યક્રમમાં શ્રી કમલેશભાઈ વેગડ , સન્માનિત શ્રી દક્ષાબહેન ગોહેલ તેમજ શ્રી પ્રીતિબહેન ભટ્ટનું અનન્ય યોગદાન રહ્યુ હતુ.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.