તમારા કામનું / NPS એકાઉન્ટ હોલ્ડર ફક્ત બે મિનિટમાં કરી શકશે પેમેન્ટ, જાણો સરળ પ્રોસેસ
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ તેના NPS એકાઉન્ટ હોલ્ડરને નવી સુવિધા આપવાનું શરૂ કર્યું છે. હવે એનપીએસ (NPS) એકાઉન્ટ હોલ્ડર્સ તેમનું યોગદાન એટલે કે પેમેન્ટ UPI/યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (Unified Payment Interface) દ્વારા કરી શકે છે. અગાઉ NPS ખાતાધારકો માત્ર નેટ બેન્કિંગ (Net Banking) વગેરે દ્વારા જ પેમેન્ટ કરી શકતા હતા. આ મોટા ફેરફાર બાદ એનપીએસ પેમેન્ટ સિસ્ટમ (NPS Payment System) ખૂબ જ સરળ બની ગઈ છે.
UPI પેમેન્ટથી મળશે આ ફાયદો
અમે તમને જણાવી દઈએ કે UPI પેમેન્ટ સિસ્ટમ એક રિયલ ટાઈમ પેમેન્ટ પ્રક્રિયા છે જેમાં તમે થોડીવારમાં એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. આ સુવિધા NPS તેમજ અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) ના એકાઉન્ટ હોલ્ડર્સ માટે પણ શરૂ કરવામાં આવી છે. આ સાથે જો તમે સવારે 9.30 વાગ્યા પહેલા પેમેન્ટ કરો છો, તો તે પેમેન્ટ તે દિવસે ગણવામાં આવશે, અન્યથા તે પછી આ પેમેન્ટ બીજા દિવસે ગણવામાં આવશે.
આવી રીતે કરો NPS નો યુપીઆઈ દ્વારા પેમેન્ટ
UPI દ્વારા NPS પેમેન્ટ કરવા માટે સૌથી પહેલા NPS ની વેબસાઈટ પર ક્લિક કરો
પછી આગળ તમે PAN નંબર દાખલ કરો
આગળ તમે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ પર ઓટીપી આવશે, જેને તમારે અહીં દાખલ કરવા પડશે
પચી NPS ટિયર - 1 અથવા 2માંથી કોઈ એક ઓપ્શનની પસંદગી કરવાની રહેશે
વર્ચ્યુઅલ એકાઉન્ટ (VA) ની પસંદગી કરો
તેના પછી તમને બેંક એપ્લીકેશન મોકલવામાં આવશે અને પછી તમારે એક્નોલેજમેન્ટ નંબર મળશે
આગળ UPI પેમેન્ટ ઓપ્શનની પસંદગી કરો
પછી તમારું વર્ચ્યુઅલ એકાઉન્ટ નંબર અને UPI નંબર દાખલ કરો
તેના પછી યુપીઆઈનું પિન નાખી પેમેન્ટ કરો
તેના પછી NPS પેમેન્ટ પૂર્ણ થઈ જશે
શું છે નેશનલ પેમેન્ટ સિસ્ટમ?
વર્ષ 2004માં કેન્દ્ર સરકારે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા તમામ લોકોને સામાજિક સુરક્ષા આપવા માટે NPS યોજના શરૂ કરી હતી. આ યોજનાનો લાભ સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા તમામ લોકો માટે ઉપલબ્ધ છે. તેમાં માત્ર સશસ્ત્ર દળોને જ આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે. વર્ષ 2009 થી આ યોજના ખાનગી અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પણ શરૂ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.