બનાસકાંઠા જિલ્લાના અંબાજી હડાદ માર્ગ પર મહાકાય મગર દેખાતા સ્થાનિક લોકોમાં ડર નો માહોલ - At This Time

બનાસકાંઠા જિલ્લાના અંબાજી હડાદ માર્ગ પર મહાકાય મગર દેખાતા સ્થાનિક લોકોમાં ડર નો માહોલ


*બનાસકાંઠા જિલ્લાના અંબાજી હડાદ માર્ગ પર મહાકાય મગર દેખાતા સ્થાનિક લોકોમાં ડર નો માહોલ*

*વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડ્યો*

વરસાદના કારણે નદી નાળાઓ છલકાવા લાગ્યા છે તેને લઈ મગરો પણ પોતાની જગ્યા બદલે છે અને આમ રોડ રસ્તાઓ પર જોવા મળે છે દાંતા તાલુકામાં માકડચંપા માર્ગ પર અડધી રાત્રે મગર દેખાતા સ્થાનિક લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો રાત્રિના બે વાગ્યાની આસપાસ ફોર લાઇન હાઇવે માર્ગ પર મગર દેખાયો હતો માકણચંપા નજીક ફોર લાઇન માર્ગ પર મગર દેખાતા વન વિભાગના અધિકારીઓને જાણ કરાઈ હતી રાત્રેના સમયે વન વિભાગ, પોલીસ કે અન્ય અધિકારીઓનો સંપર્ક કરતા અધિકારીઓનો સંપર્ક સાધી શકાયો ન હતો ત્યારબાદ વહેલી સવારે વન વિભાગના અધિકારીઓએ મગરનું રેસ્ક્યુ કર્યું હતું જ્યારે રાત્રિના સમયે અંબાજી તરફ પદયાત્રા કરતા યાંત્રિકોમાં પણ મગરને જોઈ ભયનો માહોલ સર્જાયો હતો સાથે સાથે હડાદ પોલીસ જવાનોની ઢીલી નીતિના કારણે કોઈ મોટો બનાવ ન બને તેવી તકેદારી લેવા પણ લોકો માંગ કરી રહ્યા હતા રાત્રિના સમયે હડાદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ જવાનોએ કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરી ન હતી જ્યારે રાત ભર મગર ખુલ્લામાં રસ્તા વચ્ચે ફરતો હોવાને લઈ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો આની જાણ આજુબાજુ ના લોકોને થતા મગર જોવા વહેલી સવારે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને સવારે વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો

રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.