મુન્દ્રા તાલુકા ના ગામડાઓ ના રોડ રસ્તા અને પુલીયા ઓ ની હાલત બિસમાર છતાં વહિવટી તંત્ર ઘોર નિદ્વા મા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xm0yuwgqoco2mdo5/" left="-10"]

મુન્દ્રા તાલુકા ના ગામડાઓ ના રોડ રસ્તા અને પુલીયા ઓ ની હાલત બિસમાર છતાં વહિવટી તંત્ર ઘોર નિદ્વા મા


સામાજિક સંગઠન અને રાહદારી ઓ મા રોષ મુન્દ્રા કાર્ય પાલક ઈજનેર આર.એન્ડ બી વિભાગ અને રોડ અને મકાન વિભાગ મુન્દ્રા ને સોસીયલ મિડિયા ના માધ્યમ થી કરાઈ રજુઆત, જો વહેલી તકે કામ શરૂ નહિ કરવામાં આવે તો કચેરી એ ગાંધી ચિધ્યા માર્ગે ની પણ અપાઈ ચિમકી

મુન્દ્રા તાલુકા ના ગામડાઓ ના રોડ રસ્તા ઓની હાલત છેલ્લા ઘણા સમય થી બિસમાર અને દયનીય બની ગઈ છે અનેકો રજુઆતો છતાં પણ વહિવટી તંત્ર પણ જાણે બની રહ્યું છે અજાણ

મુન્દ્રા મથક એક ઉધોગો, સારવાર અને રોજગારી નો હબ ગણાય છે મુન્દ્રા તાલુકાનાં ગામડાઓ ના ઘણા સ્થાનિકો નોકરી, હોસ્પિટલો અને રોજગારી માટે દરરોજ આ રોડ રસ્તા ઓ નો ઉપયોગ કરે છે પણ છેલ્લા ઘણા સમય થી પુનડી, નાની તુંમડી, રામાણીયા, બેરાજા, બેરાજા પાટીયા, ગેલડા થી મોટી ભુજપુર, મોટી ભુજપુર થી મુન્દ્રા આ રોડ રસ્તા ઓ ની હાલત બિસમાર અને કથળી બની ગઈ છે

જેના કારણે નોકરીયાત વર્ગ તથા ઈમરજન્સી હોસ્પિટલ કામ કાજો માટે અહીં ના રહેવાસીઓ સમય સર પહોંચી સકતા નથી તથા તેઓ ને શારીરિક, માનસિક અને આર્થિક રીતે ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે અને એમનો કિંમતી સમય નો પણ બગાડ થાય છે

હોસ્પિટલ ઈમરજન્સી સગર્ભા બહેનો તથા અકસ્માત ના કેસો માટે તો આ રોડ રસ્તા ઓ યમદૂત સમાન બની ગયા છે કારણ કે કોઈ પણ એમ્યુલેશ અથવા ખાનગી વાહનો રોડ રસ્તા ઓની બિસમાર હાલત ના કારણે સમય સર પહોંચી શકતા નથી અને ઘણા એવા અઈચ્છનીય અણબનાવ પણ ભુતકાળમાં બન્યા ના અહેવાલો સામે આવી ગયા છે, વધુ મા જયાં રોડ રસ્તા ઓ ની હાલ મા કામગીરી ચાલી રહી છે (બેરાજા થી રામાણીયા રોડ) ત્યા મોટા ખાડા ઓ ખોદવામાં આવ્યા છે પણ કોઈ પણ જાત નો બેરીકેટ કે રિફલેકટ બોર્ડ રાખવામાં આવ્યા નથી તો રાત્રિ ના સમય દરમિયાન રાહદારીઓ સાથે અકસ્માત નો ભય બધુ પ્રબળ બનતા હોય છે એની પણ આપના બેજવાબદાર કોન્ટ્રાક્ટ ને જાણ કરવામાં આવે અને જરૂરી સેફ્ટી ઈકયુમેન્ટ નો ઉપયોગ કરવામાં આવે અને વહેલી તકે ખાડા ઓ પુરવામાં આવે

હવે જોવાનું એ રહયો કે સરકારી બાબુઓ એમની એસી વાળી ઓફિસો છોડી કયારે ગ્રાઉન્ડ લેવલે સામાન્ય પ્રજા ના પ્રશ્નો ના નિરાકરણ કરશે એની રાહ મા મધ્યમ વર્ગ

રિપોર્ટ બાય- ભાવેશ મહેશ્વરી
એટ ધીસ ટાઈમ ન્યુઝ મુન્દ્રા માંડવી તાલુકા રિપોર્ટર
મો. 9773232824


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]