થરાદ તાલુકાના 18 ગામોને જોડતા ST બસ રૂટો બંધ! મુસાફરો અટવાયા
બનાસકાંઠા, તા. 16 ઓગસ્ટ 2022 મંગળવારથરાદ એસટી તંત્ર દ્વારા મહત્વના અનેક રૂટ બંધ કરી દેવાયા છે. જોકે જરૂરી એવા રૂટો બંધ છે, જેને પગલે પંથકના મુસાફરોને બહારગામ આવવા-જવામાં ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. જેમાં થરાદ એસટી ડેપોમાં બસના રૂટ બંધ કરાતા 50થી વધુ મુસાફરો પાસવાળા છે. જે મુસાફરો રઝળ્યા તેમા આ બસની અંદર 40થી 50 મુસાફરો પાસે પાસ છે. 50થી 60 વિદ્યાર્થીઓના પાસ છે છતાં વારંવાર આ રૂટની બસ બંધ કરવામાં આવતા પાસ વાળા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.પાસવાળા મુસાફરોએ જણાવ્યું હતું કે વારંવાર આ બસ બંધ રાખવામાં આવે છે. જેને લઈને લેખિતમાં અને મૌખિક અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ એસટી બસ તંત્ર અમારું કોઈ સાંભળતું નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા. જેમાં ડેપો મેનેજરને આ વિશે ફોન કરતાં ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.આટલા ગામોને જોડતા બસ રૂટો બંધ છેઅરજણપુરારામપુરાખોડામાવસરી-મી ચારણકેશર ગામલખાપુરાભોરલ-ઠીમાવાવ-કુભારડીસવપુરા-ભડોદરકુભારડી નાઈટમોરથલ નાઈટરાઘાનેસડા નાઈટમાવસરી નાઈટકાસવી નાઈટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.